World Cup 2023, PAK vs AFG: પાકિસ્તાને જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય

World Cup 2023, PAK vs AFG: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 22મી મેચ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. આજની મેચમાં પાકિસ્તાને ટોસ જીતી લીધો છે. આ સાથે બાબર આઝમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને વર્તમાન ટુર્નામેન્ટમાં ચાર મેચ રમી જેમાં બેમાં જીત મેળવી હતી. આવા સમયે, અફઘાનિસ્તાનની ટીમ 4 મેચમાં એક જીત નોંધાવી શકી છે, અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળના અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને આજે ફરી આ સિદ્ધિનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.

PAK vs AFG

ચેન્નાઈ પિચ રિપોર્ટ - પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચની વાત કરીએ, તો સ્પિનરોને ઘણો ફાયદો થવાની આશા છે. અહીં અફઘાનિસ્તાને તેની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જેમાં તેને 149 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાનની તરફેણમાં છે આંકડા - પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 ODI મેચ રમાઈ છે. પાકિસ્તાને દરેક વખતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ આજે પોતાના સ્પિનરોના આધારે મોટો અપસેટ સર્જવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન બંને સારા ફોર્મમાં છે, જેઓ પાકિસ્તાની બેટ્સમેનોની કસોટી કરતા જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X