Yashasvi jaiswal girlfriend : વિદેશી હસીનાને ડેટ કરી રહ્યો છે યશસ્વી જયસ્વાલ? જાણો કોણ છે આ ખુબસુરત હસીના?
Yashasvi jaiswal girlfriend : ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલ ક્રિકેટ જગત અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આનું કારણ તેનો હાલનો એક નિર્ણય છે.
યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી મુંબઈ ક્રિકેટ ટીમનો અભિન્ન ભાગ રહ્યો છે અને હવે તેણે મુંબઈને અલવિદા કહીને આગામી 2025-26 સીઝનમાં ગોવા માટે રમવા માટે પરવાનગી માંગી છે.

યશસ્વી જયસ્વાલે મંગળવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે વિનંતી કરી છે કે MCA તેને મુક્ત કરે જેથી તે હવે ગોવાની ટીમ માટે રમી શકે.
MCA માટે આ અચાનક આવેલો નિર્ણય આશ્ચર્યજનક હતો, પરંતુ તેણે યશસ્વીની આ માંગણી માની લીધી અને તેને મુક્ત કરી દીધો છે.
યશસ્વી જયસ્વાલે મીડિયાને એક નિવેદનમાં જણાવ્યું કે, મારા માટે આ એક અત્યંત મુશ્કેલ અને ભાવનાત્મક નિર્ણય હતો. આજે હું જે કંઈ પણ છું તે મુંબઈની ટીમના કારણે છું. પરંતુ ગોવાએ મને નેતૃત્વની ભૂમિકા ઓફર કરી છે અને તે મારા માટે એક મોટી તક છે. મારુ મુખ્ય ધ્યાન રાષ્ટ્રીય ટીમ છે અને જ્યારે હું ભારતીય ટીમ માટે નહીં રમતો હોઉં ત્યારે ગોવા માટે રમીશ.
ક્રિકેટ ફિલ્ડ સિવાય યશસ્વી તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની વિદેશી ગર્લફ્રેન્ડ મેડી હેમિલ્ટનને લઈને લોકોમાં ઉત્સુકતા છે.
2022માં યશસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર મેડી હેમિલ્ટન સાથેનો ફોટો પોસ્ટ કર્યો અને તેને પરિવાર ગણાવી છે. મેડી હેમિલ્ટને પણ યશસ્વીના ફોટો સાથે સ્ટોરી શેર કરી જેનાથી તેમના સંબંધોની ચર્ચા વધુ તીવ્ર બની હતી છે.
જો કે બંનેમાંથી કોઈએ આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ જો મેડી ભારતમાં હોય તો તે મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલને ચીયર કરતી જોવા મળે છે. મેડી ઈંગ્લેન્ડની છે અને ખૂબ જ સુંદર છે.
યશસ્વી 2019માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં બેવડી સદી ફટકારી હતી અને ત્યારથી તે ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી તરીકે સ્થાન બનાવી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
