For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ટી10 ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે યુવરાજ, આપ્યું આ નિવેદન

હવે ટી10 ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે યુવરાજ, આપ્યું આ નિવેદન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યુવરાજ સિંહને મેદાન પર ફરીથી ચોગ્ગા અને છગ્ગાના વરસાદ સાથે જોવા માટે ફેન્સ તૈયાર થઈ જાઓ. સંન્યાસ લઈ ચૂકેલ આ ખેલાડી ફરીથી મેદાનમાં ઉતરશે. અબુધાબીમાં રમાનાર ટી10 લીગમાં યુવરાજ એન્ટ્રી મારી શકે છે. યુવરાજ સિંહ કોઈ વિદેશી ટી20 લિગમાં ભાગ લેનાર પહેલા ભારતીય ખેલાડી બનશે. તેમને લીગ સાથે જોડવા માટે પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે.

રમવા માટે યુવરાજ તૈયાર

રમવા માટે યુવરાજ તૈયાર

લીગના ડ્રાફ્ટમાં દનિયાના તમામ ખેલાડીઓએ પોતાના નામ આપ્યાં હતાં, પરંતુ તેમાં એકેય ભારતીય ખેલાડી સામેલ નહોતો. જો કે હાલના રિપોર્ટ્સ મુજબ ટૂર્નામેન્ટના ચેરમેનનું કહેવું છે કે પૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહ ટી10 લીગનો ભાગ હશે. ટી10 લીગના ચેરમેન શાજી ઉલ મુલ્કનું કહેવું છે કે યુવરાજ લીગમાં રમવા માટે લગભગ તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે, અમે તેની સાથે વાતચીતના અંતિમ પડાવમાં છીએ અને જલદી જ ઘોષણા કરવાની ઉમ્મીદ કરીએ છીએ. આ સીઝન અમે BCCIની પૉલિસીને કારણે લિમિટેડ છે કેમ કે અમે માત્ર રિટાયર થઈ ચૂકેલા ખેલાડીઓને જ સાઈન કરી શકીએ છીએ.

કેનેડામાં પણ રમ્યા હતા

કેનેડામાં પણ રમ્યા હતા

જણાવી દઈએ કે બીસીસીઆઈના નિયમો મુજબ માત્ર રિટાયરમેન્ટ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં ભાગ લઈ શકે છે. યુવરાજ સિંહે જુલાઈમાં સન્યાસ લીધો હતો અને તે બાદ તેઓ કેનેડામાં રમાયેલ ગ્લોબલ ટી20 લીગમાં રમ્યા હતા. યુવરાજ સિંહે આ લીગમાં શાનદાર પ્રદર્શન કરતાં 38.28ની એવરેજથી 153 રન બનાવ્યા હતા. 2017માં ભારત માટે આખરી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર યુવરાજે 10 જૂન 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી હતી.

90 મિનિટમાં ટી10 મુકાબલો પૂર્ણ થશે

90 મિનિટમાં ટી10 મુકાબલો પૂર્ણ થશે

ટી10 લીગની ત્રીજી સીઝન આઠ ટીમની વચ્ચે રમાશે જે ભારતીય સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ટી10 સ્પોર્ટ્સ દ્વારા આયોજિત કરવામાં આવે છે. અગાઉ પહેલી સીઝનમાં આઠ અને બીજી સીઝનમાં છ ટીમે ભાગ લીધો હતો. આ સીઝન એકવાર ફરી આઠ ટીમ ટૂર્નામેન્ટ રમશે. રાઉન્ડ રૉબિન ફોર્મેટમાં રમાનાર આ ટૂર્નામેન્ટ મુકાબલા 10-10 ઓવરના રમાય છે અને મેચ કુલ 90 મિનિટમાં ખતમ થઈ જાય છે. ટી10 લીગમાં ઈયોન મોર્ગન, આદિલ રાશીદ, કેરન પોલાર્ડ, માર્લોન સૈમ્યુઅલ્સ, એિન લેવિસ, હાશિમ આમલા, સંદીપ લામિછગ્ને, મોહમ્મદ આમિર, ઈમાદ વસીમ, લસિથ મલિંગા અને તિસારા પરેરા સહિત કેટલાય મોટા ખેલાડી ભાગ લેશે.

BCCIના અધ્યક્ષ બનતા પહેલા ગાંગુલીએ કોહલીને ચેતવણી આપીBCCIના અધ્યક્ષ બનતા પહેલા ગાંગુલીએ કોહલીને ચેતવણી આપી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
yuvaraj singh will play t10 tournament in abu dhabi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X