યુવીની ટીમમાં વાપસી, હેઝલ સબિત થઇ લકી ચાર્મ

Subscribe to Oneindia News

ઇંગ્લેંડની સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ માટે ટીમ ઇંડિયાનું એલાન થઇ ગયુ છે. આ પસંદગીમાં સૌથી ખાસ વાત એ છે કે ટીમમાં યુવરાજ સિંહની વાપસી થઇ છે. યુવરાજ સિંહ બંને ફોર્મેટમાં ટીમનો હિસ્સો બની ગયા છે. ટીમનું એલાન કર્યા બાદ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યુ કે, 'સિઝનમાં યુવરાજે સારુ પ્રદર્શન કર્યુ છે. ઘરેલૂ ક્રિકેટમાં તેના પ્રદર્શનને જોતા તેમને પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.' આનાથી એ પણ સાબિત થાય છે કે પસંદગીકર્તા અનુભવી ખેલાડીઓને જગ્યા આપવા માટે તૈયાર છે.

yuvi-hazel

આ ઉપરાંત યુવરાજ સિંહની પસંદગી બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરુ થઇ ગઇ છે કે હેઝલ સાથે લગ્ન બાદ યુવરાજ સિંહનું નસીબ બદલાઇ ગયુ. જો કે યુવરાજ પોતે હેઝલને પોતાની લકી ચાર્મ માને છે. આટલુ જ નહિ યુવરાજ જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી-20 ટીમમાં પસંદગી પામ્યા હતા ત્યારે તેમના પિતાએ આની ક્રેડિટ હેઝલને આપી હતી. કારણકે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પસંદગી થયાના એક મહિના પહેલા જ યુવરાજ અને હેઝલની સગાઇ થઇ હતી.

ટીમ ઇંડિયા

વનડે: વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, કે એલ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાદવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

ટી-20: વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, મંદીપ સિંહ, કે એલ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નહેરા.

English summary
Yuvraj Singh has been named in a 15-man India squad for the One-Day International and T20 series against England.
Please Wait while comments are loading...