ગોવામાં લગ્નગ્રંથિએ જોડાશે યુવરાજ સિંહ અને હેઝલ, જુઓ તસવીરો

Written By:
Subscribe to Oneindia News

આજે ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ ગોવામાં હિંદુ પરંપરા અનુસાર કરશે લગ્ન. યુવરાજ સિંહ અને હેઝલ આજે ગોવમાં બીજીવાર લગ્ન કરશે. બુધવારે આ બંન્ને ચંદીગઢ ખાતે ગુરુદ્વારામાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.

yuvraj marriage

પણજીમાં આજે ક્રિકેટર યુવરાજ સિંહ પત્ની હેઝલ કિચ સાથે હિંદુ વિધિ અનુસાર લગ્ન કરશે. આ બંન્નેએ 30 નવેમ્બરના રોજ ચંદીગઢમાં પંજાબી રીત-રિવાજો પ્રમાણે લગ્ન કર્યાં હતાં.

yuvraj marriage

યુવી હાલ, પોતાના આખા પરિવાર સાથે ગોવા પહોંચી ગયો છે. અને તેમના પરિવારો સાથે ગોવામાં ભરપૂર એન્જોય કરી રહ્યાં છે. તેમણે પોતાના કેટલાંક મજાક-મસ્તી કરતાં ફોટોગ્રાફ સોશિયલ મિડીયા પર પણ શેયર કર્યાં છે. ગઇકાલે સાંજે યુવી અને હેઝલે ગોવામાં મ્યૂઝિક બેન્ડની મજા માણી હતી.

yuvraj marriage

ટિજો વોટરફ્રન્ટ રિસોર્ટમાં સેલિબ્રિટિઝનો મેળાવડો
યુવી અને હેઝલના લગ્ન શુક્રવારે સાંજે ટિજો વોટરફ્રન્ટ રિસોર્ટમાં થવાના છે. ગોવાના વેડિંગ સેલિબ્રેશનમાં ક્રિકેટ અને બોલિવૂડ જગતનાં ઘણાં લોકપ્રિય ચહેરાઓ જોવા મળશે એવી આશા સેવાઇ રહી છે. આજે મુંબઇ એરપોર્ટ પર રાહુલ દ્રવિડ અને આશિષ નેહરાને પણ સ્પોટ કરવામાં આવ્યાં હતા.

yuvraj marriage

વિરાટ પણ ગોવામાં
ટીમ ઇન્ડિયાના કપ્તાન અને યુવીનાં ખાસ મિત્ર વિરાટ કોહલી પણ ગોવા પહોંચી ગયા છે. વિરાટની પ્રેમિકા અનુષ્કા શર્મા પણ આ લગ્નમાં હાજરી પૂરાવશે એમ કહેવાઇ રહ્યું છે.

yuvraj marriage

ગ્રાન્ડ ડિનર
સાંજે 7 વાગે ગ્રાન્ડ ડિનર યોજાશે, જેમાં ક્રિકેટની સાથે જ બોલિવૂડ જગતનાં પણ લોકપ્રિય સિતારાઓ હાજર રહેશે.

ઘરે યોજાશે પાર્ટી
યુવીએ 3 ડિસેમ્બરના રોજ પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ માટે તેના મોરજિમવાળા ઘરે પાર્ટીનું આયોજન પણ કર્યું છે.

yuvraj marriage
English summary
Yuvraj Singh and Hazel Keech are going to have an exotic beach wedding in Goa.
Please Wait while comments are loading...