Yuzvendra chahal new girlfriend : યુઝવેન્દ્ર ચહલને નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ? કોણ છે સાથે જોવા મળેલી હસીના?
Yuzvendra chahal new girlfriend : ક્રિકેટ અને ગ્લેમર દુનિયામાં ખેલાડીઓની વ્યક્તિગત લાઈફ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. હાલમાં જ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચારે સોશિયલ મીડિયા પર છવાયેલા હતા.
હવે ચહલ ફરીથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. ભારત-ન્યુઝીલેન્ડ ફાઈનલ દરમિયાન ચહલ એક યુવતી સાથે જોવા મળતા અટકળોનું બજાર ગરમ થયુ છે.

ચહલ હાલમાં પોતાની ક્રિકેટ કારકિર્દી અને જીવનમાં વ્યસ્ત છે.ચહલ દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા પહોંચ્યો હતો. અહીં તે એક અજાણી યુવતી સાથે જોવા મળ્યો હતો.
કેમેરામેન દ્વારા કૈદ કરવામાં આવેલા ફૂટેજ અને ફોટોમાં તે યુવતી સાથે હસતો અને વાતચીત કરતા જોવા મળ્યો. આ ફોટો-વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયાં.
હવે ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ કે આ યુવતી કોણ છે? ઘણા ફેન્સનું માનવું છે કે આ યુવતી આરજે મહવિશ છે. મેહવિશ એક જાણીતી રેડિયો જોકી છે અને ચહલ સાથે જોડાયેલી તસવીરો શેયર થતાં લોકો તેને નવી ગર્લફ્રેન્ડ ગણાવી રહ્યાં છે. જો કે, આ દાવાને સમર્થન આપતું કોઈ સત્તાવાર નિવેદન નથી.
કેટલાક ચાહકોના મતે, ચહલ સાથે જે યુવતી જોવા મળી તે સાઉથ આફ્રિકાની જાણીતી ચેસ ખેલાડી જેસી હોઈ શકે. જેસી દક્ષિણ આફ્રિકાની મહિલાઓ માટેની ચેસ ચેમ્પિયનશિપ બે વાર જીતી ચૂકી છે, તે પહેલાં પણ ચહલને મળેલી. ચહલ અને જેસીની પૂર્વ મુલાકાત દોઢ વર્ષ પહેલા થઈ હતી, જેના કારણે લોકોએ આ સંભાવના પર ચર્ચા શરૂ કરી.
Original cricket to chahal bbai khel rhe hai 🫣
— Anaya Singh 🎀 (@anaya_singh0) March 9, 2025
#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/DbK6IhRDSB
જો કે, આ ફક્ત ચાહકોની અટકળો છે. ચહલ કે ધનશ્રીએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ અંગે કેવળ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને હકીકત શું છે તે જાણવા માટે ફેન્સને વધુ રાહ જોવી પડશે.












Click it and Unblock the Notifications
