CSK vs SRH : અભિષેક શર્માની ધમાકેદાર ઈનિંગ્સ, ચેન્નઈની સતત ચોથી હાર!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 17મી મેચમાં 21 વર્ષના અભિષેક શર્માની શાનદાર બેટિંગના દમ પર સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે પરાજય આપ્યો હતો.

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 17મી મેચમાં 21 વર્ષના અભિષેક શર્માની શાનદાર બેટિંગના દમ પર સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે પરાજય આપ્યો હતો. હૈદરાબાદે ચેન્નઈ તરફથી મળેલ 155 રનનો ટાર્ગેટ 17.4 ઓવરમાં બનાવી લીધો હતો. ઓપનર અભિષેક શર્માએ 50 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 5 ફોર અને 3 સિક્સ સામેલ હતી. કેપ્ટન કેન વિલિયમસને 40 બોલમાં 32 રન બનાવ્યા હતા. બીજી તરફ રાહુલ ત્રિપાઠીએ 15 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા, જ્યારે નિકોલસ પૂરને અણનમ 5 રન બનાવ્યા હતા.

CSK vs SRH

આ સાથે હૈદરાબાદે સિઝનમાં જીતનું ખાતું ખોલ્યું છે. હૈદરાબાદની ત્રણ મેચમાં આ પ્રથમ જીત હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે સતત ચોથી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વખતની ચેમ્પિયન CSK આ વખતે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. રવિન્દ્ર જાડેજાની કપ્તાનીમાં ટીમ જીત માટે તરસી રહી છે. એવું પણ લાગે છે કે ટીમ છેલ્લા 4માં પણ જગ્યા બનાવી શકે તેમ નથી. જો ચેન્નઈએ પુનરાગમન કરવું હોય તો ત્રણેય વિભાગોએ એ જ રીતે કામ કરવું પડશે જે રીતે તેઓ ધોનીની કપ્તાનીમાં કરતા હતા.

હૈદરાબાદે ટોસ જીતીને ચેન્નઈની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનિંગમાં આવેલા રોબિન ઉથપ્પા અને રૂતુરાજ ગાયકવાડ લયમાં જોવા મળ્યા હતા. બંનેએ 3 ઓવરમાં 25 રન જોડ્યા હતા, પરંતુ ચોથી ઓવરના પહેલા બોલ પર વોશિંગ્ટન સુંદરે ઉથપ્પાને શિકાર બનાવીને આ ભાગીદારી તોડી હતી. ઉથપ્પા 11 બોલમાં 1 ચોગ્ગા સાથે 15 રન બનાવીને પેવેલિયનમાં ગયો હતો, ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં ટી નટરાજને ગાયકવાડને બોલ્ડ કર્યો હતો. ગાયકવાડ 13 બોલમાં 16 રન બનાવી શક્યો હતો. ગાયકવાડ હજુ સુધી બેટથી પ્રભાવ પાડી શક્યો નથી, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.

રાયડુ 27 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મોઈન અલી પણ 35 બોલમાં 48 રન બનાવીને એડમ માર્કરામનો શિકાર બન્યો હતો. ચેન્નઈને પાંચમો ફટકો શિવમ દુબેના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 3 રન બનાવી શક્યો હતો. પરંતુ જાડેજાની ટીમ 150ને પાર કરી શકી હતી. જાડેજાએ 15 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. ધોની 6 બોલમાં 3 રન બનાવી માર્કો જેન્સનનો શિકાર બન્યો હતો. આ પછી ડ્વેન બ્રાવો (8) અને ક્રિસ જોર્ડન (6)ની મદદથી હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હૈદરાબાદ તરફથી બોલિંગમાં વોશિંગ્ટન સુંદરે 21 રન આપીને 2, જ્યારે નટરાજને 30 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર, માર્કો અને એડન માર્કરામે 1-1 વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X