ભારતને ઝટકો, ગ્લાસગોમાં બે ભારતીય અધિકારીઓની ધરપકડ
ગ્લાસગો, 3 ઓગસ્ટ: આઇઓએના સેક્રેટરી જનરલ રાજીવ મેહતા અને રેસલિંગ રેફરી વીરેંદર મલિકની ગ્લાસગોમાં ધરપકડ કરી લેવામાં આવી છે. બંને ઇન્ડિયન ઓફિશલ્સ કોમનવેલ્થ ગેમ્સ માટે ગ્લાસગોમાં છે.
ટીવી રિપોર્ટસ્ અનુસાર બંનેને શનિવારે અલગ-અલગ અપરાધોના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મલિક પર જ્યાં સેક્સુઅલ એસોલ્ટનો આરોપ છે તો મેહતાની દારૂ પીને ગાડી ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય દળના પ્રમુખ (chef de mission)એ ભારતીય ઓફિશલ્સની ધરપકડના સમાચાર પર કોઇ પ્રતિક્રિયાથી ઇનકાર કર્યો છે. આજે રવિવારે મોડી સાંજે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કાર્યક્રમ યોજાશે. ભારત હાલમાં મેડલ સૂચિમાં પાંચમાં નંબર પર છે.












Click it and Unblock the Notifications
