બારમાં મારપીટ બાદ વોર્નર ટીમમાંથી બહાર

માનવામાં આવી રહ્યું છે કે, વોર્નરે ઇંગ્લેન્ડના જે ખેલાડી સાથે મારપીટ કરી છે, તે રૂટ હચો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જારી કરેલા એક નિવેદન અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીએ આચાર સંહિતાનું ઉલ્લઘનના અહેવાલ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર કરી દીધો છે.
વોર્નરને નિયમ છેના ઉલ્લંઘન અંતર્ગત અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એ અશોભનીય વ્યવહાર સાથે સંબંધિત છે. તેમની ઇંગ્લેન્ડના ખેલાડી સાથે રવિવારે બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચ બાદ કથિત રીતે બોલાચાલી થઇ હતી જે બાદમાં મારપીટ સુધી પહોંચી ગઇ હતી.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ પણ આ ઘટના પર નીવેદન જારી કર્યું છે, પરંતુ તેમણે પોતાના ખેલાડી રૂટનું નામ લીધું નથી. ઇસીબીએ જો કે કહ્યું છે કે, વોર્નરે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર જ હુમલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતી મેચમાં ઇંગ્લેન્ડ સામે 48 રનથી હારી ગઇ હતી. આ ઘટના દારૂના નશામાં બર્મિંગહામ બારમાં થઇ હતી.
ઇસીબીએ કહ્યું કે, આજે સવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન બાદ ઇસીબીએ પૃષ્ટિ કરતા કહ્યું છેકે ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા પર 48 રનની જીત બાદ ડેવિડ વોર્નરે બર્મિંગહામ બારમાં ઇંગ્લેન્ડ ટીમના સભ્ય સાથે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર મારપીટ કરી હતી.
તેમના જણાવ્યાનુસાર, વોર્નરે અનુચિત વ્યવહાર કરવાની વાતનો સ્વિકાર કર્યો છે અને તેમણે આ ઘટનામા સામેલ ખેલાડીની માફી માંગી લીધી છે, જેનો સ્વિકાર પણ કરી લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ ટીમ પ્રબંધનની પૂરી તપાસ બાદ જાણવા મળ્યુ છે કે, ઇંગ્લેન્ડનો ખેલાડી મારપીટમાં જરા પર જવાબદાર નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
