For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેંગસરકરનો મોટો ખુલાસોઃ દાઉદે કપિલને કરી હતી કારની ઓફર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે ક્રિકેટમાં થઇ રહેલા મેચ ફિક્સિંગને લઇને એક મોટો ધડાકો કર્યો છે. વેંગસરકર દ્વારા કરવામાં આવેલા ખુલાસા અનુસાર દાઉદ ઇબ્રાહિમ દ્વારા મેચ ફિક્સિંગ કરવા માટે ટીમ ઇન્ડિયા સમક્ષ એક મોટી ઓફર મુકી હતી. વેંગસરકર અનુસાર, 1986માં શારજાહ પ્રવાસ દરમિયાન દાઉદે આ ઓફર મુકી હતી, પરંતુ એ સમયે ટીમના સુકાની રહેલા કપિલ દેવે માત્ર અંડરવર્લ્ડના ડોનની ઓફર જ નહોતી ઠુકરાવી હતી, પરંતુ દાઉદને લડ્યા પણ હતા.

વેંગસરકર અનુસાર પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ બાદ દાઉદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો, તે સમયે પાકિસ્તાની ટીમના સુકાની જાવેદ મિયાંદાદ પણ તેમની સાથે હતા. મિયાંદાદે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને દાઉદનો પરિચય એક બિઝનેસમેન તરીકે કરાવ્યો હતો. દાઉદે કહ્યું કે જો ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવી દે છે તો સુકાની સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓને એક-એક ટોયોટા કોરોલા કાર ઓફર કરવામાં આવશે.

KAPIL-DEV
એ સમયે કપિલ પણ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા. તેઓ દાઉદને ઓળખતા નહોતા, તેથી તેમણે તેના તરફ જોઇને ઇશારો કરતા પૂછ્યું કે આ કોણ છે. કપિલને જ્યારે ખબર પડી કે આ મેચ હરાવવાની અવેજીમાં કાર ઓફર કરી રહ્યાં છે તો, તેમણે દાઉદને એમ કહીને ડ્રેસિંગ રૂમની બહાર કાઢી મુક્યો હતો કે, ‘ચલ બહાર નીકલ'. વેંગસરકર અનુસાર ઓફર ઠુકરાવવામાં આવ્યા બાદ મિયાંદાદે કહ્યું હતું કે, કપિલને મોટું નુક્સાન થઇ શકે છે. જો કે, ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમ મેચ જીતી ગઇ હતી.

જો કે, આ અંગે કપિલે દેવે કહ્યું છે કે, જે કોઇપણ આ પ્રકારની વાત કરી રહ્યું છે તે ખોટું બોલી રહ્યું છે, હું ક્યારેય પણ દાઉદ કે પછી કોઇ બુકીને મળ્યો નથી.

English summary
Dawood Ibrahim offered car to Indian team if they beat Pakistan in 1986, says Dilip Vengsarkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X