દિલ્હી પોલીસ સ્પોટ ફિક્સિંગના નાણા પાછા મેળવશે

નવી દિલ્હી, 18 મે : આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણમાંના બે ખેલાડી અજિત ચાંડિલા અને શ્રીસંતે આઈપીએલ 6માં સ્પોટ ફિક્સિંગ કરવાના બદલામાં બુકીઓ પાસેથી મેળવેલા નાણાં પાછા મેળવવા દિલ્હી પોલીસની એક ટૂકડીને હૈદરાબાદ અને કોલકાતા મોકલવામાં આવી છે.

બુકીઓએ શ્રીસંતને એક ઓવરમાં રન લૂંટાવી દેવા માટે 60 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. એ રકમ શ્રીસંતે મેળવી હોવાનું કહેવાય છે. જ્યારે ચંડિલાને એક ઓવરમાં 13 રન આપવાના બદલામાં રૂપિયા 20 લાખ ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ ચાંડિલા બુકીઓને અગાઉ નક્કી કરાયા છતાં ઓવરના આરંભ પહેલા ઈશારો ન કરતાં બુકીઓએ તેની પાસેથી પૈસા પાછા માગ્યા હતા જે તેણે એમને આપી દેવા પડ્યા હતા.

ipl-13

ફિક્સિંગના ત્રીજા લાભાર્થી ખેલાડી, અંકિત ચવ્હાણને રૂપિયા 60 લાખ મળવાના હતા, પણ બુકીઓ પાસેથી એને પૈસા મળે એ પહેલાં જ એ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેટલાક બુકીઓને લઈને તેમના અડ્ડા પર જવામાં આવશે જેથી પોલીસ આ કૌભાંડ અંગે વધારે મહત્વના પુરાવા મેળવી શકે. આ કૌભાંડમાં હજી વધારે ખેલાડીઓની આવનારા દિવસોમાં ધરપકડ થવાની શક્યતાને પોલીસે નકારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X