આખરે સચિને તોડ્યું મૌન, કહ્યું 'સ્પોટ ફિક્સિંગથી લાગ્યો ઝટકો'

ક્રિકેટના દિગ્ગજો હજી સુધી આ મામલે પોતાની ચુપ્પી તોડી રહ્યા નથી. પરંતુ સ્પોટ ફિક્સિંગના ખુલાસાના ઘણા સમય બાદ આખરે માસ્ટર બ્લાસ્ટરે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ પહેલા ધોનીએ ગઇકાલે બર્મિઘમમાં પણ પોતાનું મૌન તોડતા જણાવ્યું કે કેટલાક ખેલાડીઓનું આત્મબળ નબળું છે જેના કારણે આવી ઘટનાઓ ઘટી રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે લંડન જતા પહેલા જ્યારે ભારતમાં પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન ધોનીને આઇપીએલ સ્પોટ ફિક્સિંગ વિવાદને લઇને જે સવાલ પૂછવામાં આવ્યા તો તેઓ માત્ર ચૂપ રહ્યા હતા.
પરંતુ જ્યારે ગુરુવારે બર્મિઘમમાં દુનિયાભરના પત્રકારો સાથે મળ્યા ત્યારે તેમણે આ મામલામં મૌન તોડતા જણાવ્યું કે આ મામલામાં તેઓ યોગ્ય સમય આવતા તેઓ વિસ્તારથી વાત કરશે. સાથે સાથે તેમણે એ પણ જણાવ્યુ કે તેમને એવું નથી લાગતું કે આનાથી બારતીય ક્રિકેટની સાખ ઓછી થઇ હોય.












Click it and Unblock the Notifications
