શિખર ધવન દિલ્હી ટેસ્ટમાંથી બહાર, રૈનાનો સમાવેશ

બીસીસીઆઇના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાર મેચોની શૃંખલા માટે શરૂઆતી ટીમમાં પસંદગી ન પામેલા ગૌતમ ગંભીરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ પીળીયાના કારણે તે પણ હાજર રહેશે નહી. પસંદગી સમિતિએ શિખર ધવનની જગ્યાએ સુરેશ રૈનાની પસંદગી કરી છે.
બીસીસીઆઇના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શિખર ધવનના ડાબા હાથમાં ફેક્ચર હોવાના કારણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દિલ્હીમાં 22 થી 26 માર્ચ દરમિયાન યોજાનારી ચોથી ટેસ્ટ મેચમાં રમી શકશે નહી. તે છ અઠવાડિયા સુધી ક્રિકેટ રમી શકશે નહી. બીસીસીઆઇ સચિવ સંજય જગદાલેના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અખિલ ભારતીય સમિતિએ ચોથી ટેસ્ટ માટે ગૌતમ ગંભીર અને સુરેશ રૈનાનો સમાવેશ કર્યો છે. પરંતુ થોડાં દિવસો પહેલાં ગૌતમ ગંભીરનો લોહીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને પીળીયો છે. માટે ટીમની જાહેરાત કરવામાં મોડું થયું કારણ કે બોર્ડ રિપોર્ટની રાહ જોઇ રહ્યું હતું. જેના લીધે ગૌતમ ગંભીર દિલ્હી ટેસ્ટમાં ભાગ લઇ શકશે નહી.
ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, હરભજન સિંહ, આર અશ્વિન, પ્રજ્ઞાન ઓઝા, ભુવનેશ્વર કુમાર, અજિંક્ય રહાણે, અશોક ડિંડા, સુરેશ રૈના અને ઇશાંત શર્મા.












Click it and Unblock the Notifications
