ધોનીએ 4500માં ખરીદી હતી તેની પહેલી બાઇક!
રાંચી, 2 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ સુકાની અને વિશ્વ ક્રિકેટમાં પોતાની મેચ વિનિંગ ઇનિંગથી વિરોધી ટીમોને પરાસ્ત કરનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના બાઇક પ્રેમથી બધા જ અવગત હશે, હાલ માહી ક્રિકેટ મેદાનથી દૂર છે અને રજાઓ ગાળી રહ્યો છે, પરંતુ આ વચ્ચે તેણે એક ટ્વિટ કરી છે અને તેમાં તેણે પહેલીવાર ખરીદેલી બાઇક અંગે નો ઉલ્લેખ કર્યો છે.
તાજેતરમાં જ ધોની પોતાના ઘરે પરત ફર્યો છે, તે યુએસમાં હોલીડે મનાવી રહ્યો હતો અને હવે ઘરે પરત ફર્યા બાદ તે પોતાની જૂની બાઇકને રિસ્ટોર કરવા જઇ રહ્યો છે. જેને લઇને તેણે ગુરુવારે એક ટ્વિટ કરી છે. ટ્વિટમાં ધોનીએ કહ્યું છે કે, તેણે તેની પહેલી બાઇક 4500 રૂપિયામાં લીધી હતી અને તેનો ફોટો તે શુક્રવારે પોસ્ટ કરી શકે છે.

પોતાની પહેલી બાઇક
ધોનીએ ટ્વિટ કર્યું છે કે, હું મારી પહેલી બાઇકને રિસ્ટોર કરવાની યોજના બનાવી રહ્યો છું, જે મે 4500 રૂપિયામાં ખરીદી હતી અને તેનો ફોટો કદાચ હું શુક્રવારે પોસ્ટ કરીશ.

ધોનીનો બાઇક પ્રેમ
ધોની બાઇકને ઘણો પ્રમે કરે છે. તેની પાસે તેની પોતાની ટૂવ્હીલર રેસિંગ ટીમ છે. જેનું નામ માહી રેસિંગ ટીમ છે. જે વિશ્વ સુપરબાઇક ચેમ્પિયનશિપમાં ભાગ લે છે.

ધોની હાલ રજા પર
નોંધનીય છે કે, ધોની હાલ ક્રિકેટ પીચથી દૂર છે જો કે, ધોનીની અનુપસ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાવ્વેમાં સારું પ્રદર્શન કતા પાંચ મેચની શ્રેણીને 4-0થી જીતી લીધી છે. ધોનીની અવેજીમાં ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી કરી રહ્યો છે.

આવતા મહિને મેદાન પર પરત ફરશે ધોની
ધોની આવતા મહિને ચેમ્પિયન્સ લીગમાં મેદાન પર વિરોધીઓનો પરાસ્ત કરતો જોવા મળશે. ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે અને ચેમ્પિયન્સ લીગની શરૂઆત ભારતમાં 17 સપ્ટેમ્બરથી થઇ રહી છે. ચેન્નાઇની પ્રથમ મેચ રાંચીમાં 22 સપ્ટેમ્બરના રોજ ટાઇટન્સ સામે છે.












Click it and Unblock the Notifications
