• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધોનીએ કર્યા બિન્ની-ઇશાંતના વખાણ, આ હશે ઇંગ્લેન્ડ સામેનો પ્લાન

By Super
|

નોટિંગહામ, 9 જુલાઇઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું છેકે તેઓ છઠ્ઠાં નંબરે બેટિંગ કરવા તૈયાર છે, આ સાથે જ તેમણે એવા સંકેત આપ્યા છેકે, ઇંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટમાં તેઓ પાંચ બોલર ઓપ્શન સાથે મેદાનમાં ઉતરી શકે છે. તેમણે કહ્યું કે, હું નંબર છ પર બેટિંગ કરવા તૈયાર છું કારણ કે આ ક્રમાંક છે, જ્યાં બેટિંગ કરીને મેચનું વલણ બદલી શકાય છે.

જો તમે સાથી બેટ્સમેનના સહકારથી હકારાત્મક રીતે શરૂઆતમાં કેટલીક બાઉન્ડરી ફટકારો અને આ એ સમય હોય છે, જ્યારે તમે ઝડપથી અમુક રન લઇ શકો છો, કારણ કે એ સમયે બોલ જૂનો થઇ ગયો હોય છે અને બોલર પણ તણાવગ્રસ્ત તથા થાકેલા હોય છે, પરંતુ એ માટે જરૂરી છેકે તમે સારી શરૂઆત આપો અને તમે જે ઇચ્છો છો એ પ્રમાણે કામ કરો.

મોટાભાગની ટીમો પાંચ બોલર્સનો ફોરમુલા અપનાવતી નથી, તેથી આ એક મોટા પડકાર સમાન છે. ઉપ મહાદ્વીપની બહાર પાંચ બોલર સાથે મેદાનમાં ઉતરવું એ ઘણી સારી વાત છે અને અમે મેચ પહેલા પીચનું નિરિક્ષણ કર્યા બાદ એ અંગે નિર્ણય કરીશું. ધોનીની આ વાતનો એ અર્થ નીકળે છેકે, નંબર સાત પર ભારત સ્ટુઅર્ટ બિન્નીને ઓલ-રાઉન્ડર તરીકે રમાડી શકે છે. જોકે, ધોનીએ સ્પષ્ટપણે બિન્નીના નામની જાહેરાત કરી નથી. ધોનીએ મેચ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં શું કહ્યું તે વાંચવા તસવીરો પર ક્લિક કરો.

સ્ટુઅર્ટ બિન્ની અંગે શું કહે છે ધોની

સ્ટુઅર્ટ બિન્ની અંગે શું કહે છે ધોની

ધોનીએ બિન્નીએ અંગે કહ્યું છેકે, બિન્ની એક એવો ખેલાડી છે જે બોલને બિટ કરી શકે છે, તેમજ સારી રીતે બેટિંગ પણ કરી શકે છે, જો અમે તેને પુરતી તક આપીએ અને તેની રમતને વિકસાવીએ તો તે આગામી છ મહિનાની અંદર પોતાની જવાબદારી સારી પેઠે નિભાવી શકે છે. જોકે તે જેક્સ કાલિસ જેવા ઓલ-રાઉન્ડર સરીખો નથી, પરંતુ તે 10 ઓવર નાંખીને બેટિંગ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

ઇંગ્લેન્ડ સામે ભારતની બોલિંગ રણનીતિ

ઇંગ્લેન્ડ સામે ભારતની બોલિંગ રણનીતિ

જો ભારત પાંચ બોલરના ફોર્મુલા સાથે મેદાનમાં ઉતરે તો તે ત્રણ સ્વીમર્સ, એક સ્પિનરની પોતાની રણનીતિને પરત મેળવી શકે છે, જે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે કરવાની જરૂર હતી. ભારતીય ટીમ જ્હોનિસબર્ગ અને ઓકલેન્ડમાં આ રણનીતિ હેઠળ વિજયની નજીક પહોંચી શકત પરંતુ તેવું થઇ શક્યું નહોતું. ધોનીએ કહ્યું કે અમે ત્રણ ફાસ્ટર અને એક સ્પિનર સાથે રમીશું પરંતુ જો પીચ એ અનુરુપ નહીં હોય તો અમે ફાસ્ટર બોલરને વધારે પ્રાધાન્ય આપીશું. જો તમે ટેસ્ટ મેચોને જોશો તો ઝડપી બોલર તેનું હૃદય હોય છે. પરંતુ ક્રિકેટમાં કોઇકના લકની પણ જરૂર રહે છે. આપણે વિરોધીને ક્રેડિટ આપવી જોઇએ પરંતુ બોલર્સે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઇએ.

બિન અનુભવી બોલર્સ અંગે ધોનીએ શું કહ્યું

બિન અનુભવી બોલર્સ અંગે ધોનીએ શું કહ્યું

ધોનીએ કહ્યું કે, અત્યારે એ મહત્વનું છેકે અમને અહીંની પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવાનો સમય આપવામાં આવે. અમે છેલ્લા 10-12 દિવસમાં ફિટનેસ પાર્ટને પૂર્ણ કરી લીધો છે, હવે અમે ઝડપી બોલર્સ પર રહેલા વર્કલોડને સરળ કરી શકીએ તે દિશામાં આગળ વધ્યા છીએ. તેમણે યોગ્ય દિશામાં બોલિંગ કરવી પડશે અને બેટ્સમેને પોતાની જવાબદારીને ગંભીરતાથી નિભાવવી પડશે. 2011માં જેટલી ઇજાઓ ખેલાડીઓને પહોંચી હતી, તેટલી ઇજા આ વખતે કોઇ ખેલાડીને નથી. મને યાદ છે ત્યાં સુધી એ સમયે અમારા ટોપના ખેલાડીઓને નવથી 10 ઇજાઓ પહોંચી હતી.

ઇશાંત અંગે શું વિચારે છે ધોની

ઇશાંત અંગે શું વિચારે છે ધોની

ધોનીએ ઇશાંત શર્મા અંગે કહ્યું છેકે, ઇશાંતા સારી બોલિંગ નાખી શકે છે. તેમ છતાં તે રીધમ જાળવી રાખે તે જરૂરી છે. જો તે સારી બોલિંગ કરે તો તે એક એવો બોલર છે જે અન્ય કેટલાક બોલર્સ કરતા સારી રીતે બાઉન્સ ફેંકી શકે છે.

દ્રવિડની હાજરીથી મળશે ટીમને મદદ

દ્રવિડની હાજરીથી મળશે ટીમને મદદ

ધોનીએ કહ્યું કે જ્યારે અમે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેઓ કોમેન્ટરી ટીમમાં હતા અને યુવા ટીમના ખેલાડીઓ તેમની સાથે વાર્તાલાપ કરતા હતા અને તેમના અનુભવ અને જીવનમાંથી શીખવાનો પ્રયાસ કરતા હતા. તેઓ એક મેન્ટર તરીકે ટીમની સાથે છે અને પોતાના અનુભવને શેર કરે છે. અમને એક એવા મેન્ટરની જરૂર હતી, જે પોતાના અનુભવ શેર કરે અને ટીમ સાથે સહજતાથી વાત કરી શકે.

English summary
Indian skipper Mahendra Singh Dhoni has said that he is ready to bat at number six and thus dropped big hints that his side will look to go into the first Test against England with five bowling options here on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more