પોતાના બીજા 'પ્રેમ'નો પ્રચાર કરશે ધોની
નવી દિલ્હી, 8 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ સુકાની મહેન્દ્ર સિંહ ધોની ભારતમાં હવે પોતાના બીજા પ્રેમ ફૂટબોલનો પ્રચાર કરશે. તેને આગામી બાર્કલેજ ઇંગ્લિશ પ્રીમિયર લીગના ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તે સ્ટાર સ્પોર્ટ્સ પર ફૂટબોલનો પ્રચાર કરતાં જોવા મળશે.
ચેનલે જણાવ્યું છે કે, ફૂટબોલ શોખીન અને માન્ચેસ્ચર યુનાઇટેડના પ્રશંસક ધોની બધા ખેલ પ્રેમીઓને આગામી સપ્તાહે શરૂ થઇ રહેલા માર્કેટિંગ અભિયાન જોઇન ધ ગેમમાં ભાગ લેવા આમંત્રિત કશે. જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ધોની દર વીકેન્ડ પર ટીવી સેટ સામે બેસેલા છે, જ્યારે તેમના મિત્રો અને પરિવાર તેમને શોધી રહ્યાં છે.

ધોનીએ કહ્યું કે મારું માનવું છે કે, ભારતીય રમતપ્રેમીઓએ દરેક રમત જોવી જોઇએ. ક્રિકેટ પ્રતિ પોતાનો જૂસ્સો જાળવી રાખીને બીજી રમતોનું પણ સન્માન કરો. આ પહેલા ચેનલે પહેલી વાર બીપીએલની કોમેન્ટ્રી હિન્દીમાં કરવાની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
