For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સદી ફટકારી ટીકાકારોને જવાબ આપ્યો ગંભીરે

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 17 ફે્બ્રુઆરીઃ ભારતના અપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે 'ઇન્ડિયા એ' તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી પસંદગીકર્તાઓને કરારા જવાબ આપ્યો છે. નોંધનીય છે કે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી દરમિયાન પહેલી બે મેચો માટે ટીમની બહાર કરવામાં આવ્યો છે. જો કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું શ્રેણીમાં તેનું પ્રદર્શન અન્ય ખેલાડીઓની સરખામણીએ સારું રહ્યુ હતુ.

gautam-gambhir
ઇન્ડિયાએના સુકાની ગૌતમ ગંભીરે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી અને ઇનિંગની શરૂઆત કરી. શરુઆતમાં ગંભીર થોડો સંભાળીને રમીને તે પોતાના લયમાં પરત ફર્યા બાદ ઘણા સારા શોટ રમીને 112 રનની ઇનિંગ રમી, આ ઇનિંગ માટે ગંભીરે 162 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા ફટકાર્યા. સ્પિનર વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતા ગંભીરે ઓસ્ટ્રેલિયા સ્પિનરનો સામનો કર્યો હતો. ગંભીર ઉપરાંત રોહિત શર્માએ 77 રન બનાવ્યા.

એ તો પહેલેથી જ નક્કી છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી પહેલી બે ટેસ્ટ મેચોમાં તે નથી, પરંતુ એ જોવાનું છે કે અન્ય બાકી બે ટેસ્ટ મેચોમાં તક આપવામાં આવે છે કે નહીં. પસંદગીકારોએ ગંભીરને ટીમથી બહાર કરવા સામે પ્રશ્નો ઉઠી રહ્યાં હતા કે ગંભીરનું પ્રદર્શન ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્થાનિક શ્રેણીમાં, સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ કરતા તો સારું હતું પરંતુ સેહવાગને ખરાબ ફોર્મ બાદ પણ ટીમમાં સ્થાન મળ્યુ અને સચિનના પ્રદર્શનની વાત કરીએ તો તે લાંબા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો નથી.

વિરેન્દ્ર સેહવાગ ફિટ નથી અને તે ઇરાની ટ્રોફીમાં રમી શક્યો નથી. તેમજ પસંદગીકર્તાએ સારા પ્રદર્શન કરનારા વસીમ જાફના સ્થાને મુરલી વિજયને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યું. જ્યારે સુનિલ ગાવસ્કરે વસીમ જાફરમાં સમર્થન કર્યું હતું.

English summary
Gautam Gambhir, who was dropped from the Indian Test team, made a strong statement by hitting a fine hundred for India ‘A' in the three day warm up game against Australia here on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X