• search

પહેલા પીધો દારૂ પછી ટોપલેસ થયો ઇંગ્લેન્ડનો ક્રિકેટર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ભારત સામેની પહેલી ટેસ્ટ બાદ નોટિંગહામ ખાતે એક પબમાં દારૂ પીને ટોપલેસ તસવીરો ખેંચાવવા બદલ ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડર બેટ્સેમન ગેરી બેલેન્સને ટીમના કોચ પીટર મૂર્સે ચેતાવણી આપી છે. બેલેન્સની કેટલીક તસવીરો બ્રિટિશ સમાચાર પત્રોમાં ફરતી થઇ હતી, જેમાં તે ટોપલેસ અવસ્થામાં હતો અને તેના હાથમાં બીયરના કેન હતા. જોકે ઇસીબીએ ભારત સામે ટ્રેન્ટ બ્રીજ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારા આ પ્રતિભાશાળી બેટ્સેમેનને માત્ર ચેતાવણી આપવાનો નિર્ણય કર્યો છે.

  આ પણ વાંચોઃ-એન્ડરસને હદ પાર કરી હતીઃ કેપ્ટન કૂલ ધોની
  આ પણ વાંચોઃ- જાડેજા-એન્ડરસન વિવાદઃ ચેપલે આઇસીસીને મુર્ખ ગણાવ્યું
  આ પણ વાંચોઃ- ચેપલને દ્રવિડનો જવાબઃ કોહલીનો સમય આવશે, ધોની યોગ્ય વ્યક્તિ
  આ પણ વાંચોઃ- ભારત સામે સ્પિન બોલિંગઃ કેર્રિગનને લઇને પૂર્વ ઇંગ્લિશ સુકાની ચિંતિત

  ડેઇલી ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ અનુસાર ઇંગ્લેન્ડ અને વોલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું છેકે, દારૂ પીધેલી અવસ્થામાં ડાન્સ અને ટોપલેસ તસવીરો ખેંચાવ્યા બાદ મૂર્સ દ્વારા લોર્ડ્સ ખાતેની ભારત સામેની બીજી ટેસ્ટ માટે બેલેન્સને તેની જવાબદારીઓ યાદ અપાવી દીધી છે. ઇસીબીએ કહ્યું છેકે, બેલેન્સ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યાં નથી અને તેને લોર્ડ્સ ટેસ્ટ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બેલેન્સની તસવીરો એક પીધેલી વ્યક્તિ દ્વારા પાન્ડોરાઝ બોક્સ નાઇટક્લબમાં લેવામાં આવી હતી, જેમાં તેના હાથમાં બીયરનું કેન હતુ અને તે ટોપલેસ હતો. આ તસવીર ભારત સામેની પહેલી ટેસ્ટ મેચ ડ્રો થયાના અમુક કલાકો બાદ લેવામા આવી હતી. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

  પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

  પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

  બેલેન્સને આ અવસ્થામાં જોનારાએ પ્રત્યક્ષદર્શીએ કહ્યું છેકે એ રાત્રે હું તેને બહાર સુધી લઇ ગયો હતો. તે મારી સાથે બહાર ઉભો રહ્યો હતો અને જોર-જોરથી ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડની બૂમો પાડી રહ્યો હતો.

  શું કહ્યું મૂર્સે

  શું કહ્યું મૂર્સે

  મૂર્સે કહ્યું છેકે, હું એ વાતથી અવગત છું કે ઇંગ્લેન્ડની ટીમના કેટલાક ખેલાડીઓ ટ્રેન્ટ બ્રીજ ટેસ્ટ મેચ બાદ હળવાશની પળો માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા.

  મૂર્સે ખેલાડીઓને આપી ચેતાવણી

  મૂર્સે ખેલાડીઓને આપી ચેતાવણી

  પહેલી ટેસ્ટે મેચ બાદ આ ખેલાડીઓ અલગ થયા હતા અને તેઓ સોમવારે બીજી ટેસ્ટની તૈયારી માટે આવ્યા નહોતા. જોકે તેમની સામે કોઇ પગલાં ભરવા અંગેના સૂચનો કરવામાં આવ્યા નથી, પરંતુ આ તમામ ખેલાડીઓને વોર્નિંગ આપવામાં આવી છે કે તેઓ તેમની જવાબદારી સમજે અને ઇંગ્લેન્ડ ક્રિકેટની સારી છબીને દર્શાવે.

  વધુ એક પ્રત્યક્ષદર્શીનું નિવેદન

  વધુ એક પ્રત્યક્ષદર્શીનું નિવેદન

  અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, એક સોંગ વાગી રહ્યું હતું અને બેલેન્સ તેને માણી રહ્યો હતો, તે સમયે તેણે પોતાની ટી-શર્ટ કાડી નાંખી હતી. જોકે એક સમાચાર પત્ર અનુસાર એ સમયે તેની સાથે વિવાદિત ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન, જોએ રૂટ અને લિમન પ્લંકેટ પણ હતો.

  English summary
  England's top-order batsman Gary Ballance has been handed a stern warning by team's coach Peter Moores over the left-hander's conduct in a drunken state at a Nottingham pub after the end of the first Test match.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more