For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ વર્લ્ડકપનો આનંદ માણવો હોય તો ઊંઘવાનું ભૂલી જાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: ક્રિકેટના મહાકુંભ વિશ્વકપની શરૂઆત થવામાં માત્ર થોડાંક જ દિવસો બાકી છે. પરંતુ આ વખતે વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આયોજિત થઇ રહ્યો છે જેના પગલે ભારતમાં તેનું પ્રસારણ સવારે 6.30 વાગે થશે. એવામાં આ વખતનો ક્રિકેટ વિશ્વકપ ભારતીય ક્રિકેટ રસિયાઓની ઊંઘ હરામ કરવાનું કામ કરશે.

સવારે 3.30 વાગ્યે જાગવું પડશે મેચ જોવા
14 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં વર્લ્ડકપ રમવામાં આવશે. મેચોનો સમય ભારતીય દર્શકો માટે મેચનો આનંદ લેવામાં મુશ્કેલીભર્યું રહેશે. ઓસ્ટ્રેલિયામાં થનાર દિવસના મેચ તો ભારતીય સમયઅનુસાર સવારે 6.30 વાગ્યાથી જ્યારે ડે-નાઇટ વાળી મેચ સવારે 9 વાગ્યે શરૂ થસે. પરંતુ ન્યૂઝીલેન્ડમાં થનારી કેટલીક મેચોને જોવા માટે ભારતીયોએ સવારે 3.30 વાગ્યે ઉઠવું પડશે.

team india
49માંથી 24 મેચ ન્યૂઝીલેન્ડમાં રમાશે
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ 23 વર્ષ પછી વિશ્વકપની યજમાની કરી રહી છે. આની પહેલા 1972માં પણ બંને દેશોએ સંયુક્ત રીતે વિશ્વકપની યજમાની કરી હતી. જેમાં પાકિસ્તાન ઇમરાન ખાનના નેતૃત્વમાં વિજેતા બન્યું હતું. ગ્રુપ લેવલ, નોકઆઉટ લેવલ અને ફાઇનલને મળીને આ વખતે વિશ્વકપમાં 49 મેચ રમાશે, જેમાંથી 24 મેચની યજમાની ન્યૂઝીલેન્ડ કરશે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડમાં થનારી 24 મેચ જ ભારતીયોની ઊંઘ ખરાબ કરશે.

પ્રશંસકો પણ છે પરેશાન
લેવલ છના વિદ્યાર્થી સૌમાગ્ર્યો અધિકારીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં રમાનારી મેચોનો સમય બરાબર છે પરંતુ સવારે 3.30 વાગ્યે શરૂ થનારી મેચોને લઇને થોડો હેરાન છું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરનારા 28 સ્વરાજ મેહતાનું કહેવું છે કે યજમાન દેશ આપણા દેશથી ઘણો દૂર છે, જેના કારણે મને ખ્યાલ છે કે મેચોના સમયમાં થોડી અગવડતા રહેશે. વિશ્વકપમાં ભારતને દક્ષિણ અફ્રીકા, પાકિસ્તાન, વેસ્ટઇન્ડિઝ, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને સંયુક્ત અરબ અમીરાતની સાથે પૂલ-બીમાં રાખવામાં આવ્યા છે.

ભારત 15 ફેબ્રુઆરીના રોજ પોતાના ચિર પ્રતિદ્વંદ્ધી પાકિસ્તાનની વિરુદ્ધ વિશ્વકપ અભિયાનની શરૂઆત કરશે. પૂલ-બીના 10 મેચ ન્યૂઝીલેન્ડમાં રમાશે, તથા ભારતને છ પૂલ મેચોમાંથી બે ન્યૂઝીલેન્ડમાં રમવાની છે. આયર્લેન્ડની વિરુદ્ધ 10 માર્ચના રોજ તેઓ હેમિલ્ટનમાં, જ્યારે 19 માર્ચના રોજ ઝીમ્બાબ્વેની વિરુદ્ધ ઓકલેન્ડમાં મેચ રમશે. બંને મેચ ડે-નાઇટની રહેશે, જે ભારતીય સમયાનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે.

English summary
This time cricket world cup will take away the sleeps of indian cricket fans. Matches will be broadcasted at 3.30 am can be an issue for the cricket fans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X