ભારત સામે શ્રેષ્ઠ બોલિંગ કરવા માગે છે આ ઇંગ્લિશ સ્પિનર
ગયા વર્ષે એશિઝ શ્રેણી દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ કરનાર ઇંગ્લેન્ડનાં સ્પિન બોલર સિમોન કેર્રિગનનું કહેવું છેકે, જો ભારતીય ક્રિકેટ ટીમ સામે તેને સારો દેખાવ કરવામાં સફળતા મળી તો તે અન્ય દેશો સામે પણ સારું પ્રદર્શન કરી શકશે અને તેના આત્મવિશ્વાસમાં વધારો થશે. 17 જુલાઇથી લોર્ડ્સ ખાતે શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પૂર્વે તેણે કહ્યું કે, જો તમે ભારતીય બેટ્સમેન સામે સારી બોલિંગ કરી શકો તો અન્ય કોઇપણ ખેલાડી સામે તમે સારું પ્રદર્શન કરશો.
આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ટોપ ટેનમાંથી ફેંકાયો, ભુવનેશ્વરે માર્યો કૂદકો
આ પણ વાંચોઃ- 'કોહલીને સોંપો સુકાન, ધોની નથી સારો ટેસ્ટ સુકાની'
નોટિંગ્હામ ખાતે શરૂ થયેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે લેક્શાયરના ડાબોડી સ્પિન બોલરનો સમાવેશ ભારત સામેની ઇંગ્લેન્ડની 14 સભ્યોની ટીમમાં કરવામાં આવ્યો છે. 25 વર્ષિય કેર્રિગને ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ ગયા વર્ષે ઓવેલ ખાતે રમાયેલી એશિઝ શ્રેણી દરમિયાન કર્યું હતું. જોકે આ અંતિમ મેચ ડ્રોમાં પરિણમી હતી અને ઇંગ્લેન્ડનો 3-0થી શ્રેણી વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયામાં પહેલી ઇનિંગમાં 53 રન આપીને તેણે એકપણ વિકેટ લીધી નહોતી જેના કારણે સુકાની એસિલ્ટર કૂકે તેને બીજી ઇનિંગમાં બોલિંગ આપી નહોતી.
આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર નોંધાઇ આ સિદ્ધિ
આ પણ વાંચોઃ- જયવર્દનેઃ ભારત સામે પર્દાર્પણ, પાક. સામે કરશે ટેસ્ટ ક્રિકેટને અલવિદા
ત્યારબાદ તે ઇંગ્લેન્ડની ટીમથી બહાર રહ્યો હતો. જોકે કેર્રિગને પત્રકારોને જણાવ્યું છેકે, શિયાળા દરમિયાન તેણે પોતાની એક્શન અંગે ઘણો અભ્યાસ કર્યો છે અને ગેમની મેન્ટલ સાઇડ પર પણ ઘણું જ કામ કર્યું છે.

હું સતત શીખતો રહીશ
તેણે કહ્યું કે, એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે તમે હંમેશા શીખતા હોવ છો. ગયા વર્ષની ટેસ્ટ મેચમાંથી હું ઘણું શીખ્યો છું અને તેથી જ કહું છું કે બીજા દિવસે પણ સૂર્ય પાછો ઉગે છે અને વિશ્વનો ક્યાંય અંત નથી. શું થયું એ અંગે તમારા દિમાગમાં ચાલ્યા કરે છે, પરંતુ હું જાણું છું કે મારું કામ સ્પિન બોલ ફેંકવાનું છે અને હું દરરોજ એ બોલ ફેંકુ છુ તેમાં કોઇ પરિવર્તન નથી. મને જેટલો અનુભવ મળ્યો છે તેમાંથી હું શીખ્યો છું અને સતત શીખતો રહીશ.

ઇંગ્લેન્ડ માટે સારી બોલિંગ કરવાની ઇચ્છા
ટ્રેન્ટ બ્રિજમાં નેટમાં બોલિંગ પ્રેક્ટિશ કરનાર કેર્રિગને કહ્યું છેકે, તે ઇંગ્લેન્ડ માટે કંઇક સારું કરવા માગે છે. હું ઉત્તમ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું, હું મારા ધ્યેય અંગે કામ કરી રહ્યો છું, કે ઇંગ્લેન્ડ તરફથી બોલિંગ કરું અને ઇંગ્લેન્ડ માટે સારું પ્રદર્શન કરું.

એક સપ્તાહનો સાથ મદદરૂપ
તેણે કહ્યું કે ઇંગ્લેન્ડ સાથે એક સપ્તાહ પસાર કરવો એ ઘણો જ મદદરૂપ સાબિત થયો છે. અગાઉની ટ્રિપમાં સાથે રહેલા ઘણા સાથીઓને હું જાણું છું અને પારિવારિક ચહેરાઓ મદદરૂપ છે. મને આશા છેકે મને મારી પ્રતિભા દર્શાવવાની તક મળશે, હું જે કાઉન્ટી ક્રિકેટમાં કરી શકું છું તે મોટા સ્તરે કરવા માગું છું.

સ્પેશિઅલિસ્ટ સ્પિન બોલર્સ હોવો જરૂરી
ગ્રીમ સ્વાને નિવૃત્તિ લીધા બાદ મોઇન અલી પાર્ટ ટાઇમ ઓફ બ્રેક બોલરની જવાબદારી નિભાવી રહ્યો છે, જોકે તે ખરેખર એક બેટ્સમેન છે. કેર્રિગનનું માનવું છેકે સ્પેશિઅલિસ્ટ સ્પિનરએ ઇંગ્લેન્ડ માટે સારું ઓપ્શન છે. ટેસ્ટ ટીમમાં હાલ કોઇ સ્પિનર નથી ત્યારે તમે એવું કહો કે તેને તમે એક લક્ષ્ય તરીકે નથી જોતા તો એ ખોટું કહેવાશે.












Click it and Unblock the Notifications
