વરસાદના કારણે ચેમ્પિયન્સ ફાઇનલ મેચ મોડી શરૂ થશે, ઇન્ડિયા કરશે પહેલા બેટિંગ
બર્મિંઘમ, 23 જૂન : ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબી મુકાબલો વરસાદના પગલે આજે સમયસર શરૂ શઇ શક્યો નહીં. યજમાન ઇંગ્લેન્ડના કપ્તાન એલેસ્ટેયર કુકે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ વરસાદ અને આકાશમાં છવાયેલા વાદળોના કારણે મેચ પોતાના નિર્ધારિત સમયે શરુ ના થઇ શકી.
ભારતે આ મેચમાં અંતિમ એકાદશમાં કોઇ ફેરફાર કર્યો નથી જ્યારે ઇંગ્લેન્ડે ઝડપી બોલર સ્ટીવન ફિનના સ્થાને ઓલરાઉન્ડર ટીમ બ્રેસનનને અંતિમ એકાદશમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રેક્ટિસ મેચથી લઇને સેમિફાઇનલ મેચના કોઠાને ટીમ ઇન્ડિયાએ જે રીતે સેમીફાનલ સુધીનો કોઠો પાર કર્યો છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે ધોનીના ધુરંધરો ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં પોતાનો વ્હાઇટ વોશનો બદલો ચૂકતે કરી દેશે.

ભારત: મહેન્દ્ર સિંહ ધોની(કપ્તાન), રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, ઇરફાન પઠાણ, સુરેશ રૈના, ઇશાંત શર્મા, રોહિત શર્મા, મુરલી વિજય, વિનય કુમાર અને ઉમેશ યાદવ.
ઇંગ્લેન્ડ: એલિસ્ટેયર કુક(કપ્તાન), જોની બેયરસ્ટા, રવિ બોપારા, સ્ટુઅર્ટ બ્રાડ, સ્વીવન ફિન, જો રુટ, જેમ્સ ટ્રેડવેલ, ક્રિસ વોક્સ, જેમ્સ એંડરસન, ઇયાન બેલ, ટિમ બ્રેસનૈન, જોસ બટલર, ઇયોન મોર્ગન, ગ્રીમ સ્વાન અને જોનાથન ટ્રાટ.












Click it and Unblock the Notifications
