For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પોતાના અંધ મિત્રને વર્લ્ડકપ જોવા માટે કંઈક આ રીતે મદદ

ફિફા વર્લ્ડ કપનો ખુમાર લોકોના માથા પર ચઢી રહ્યો છે જેમ જેમ મેચો રમાતી જાય છે તેમ તેમ લોકોમાં તેની દીવાનગી વધી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફિફા વર્લ્ડ કપનો ખુમાર લોકોના માથા પર ચઢી રહ્યો છે જેમ જેમ મેચો રમાતી જાય છે તેમ તેમ લોકોમાં તેની દીવાનગી વધી રહી છે. ઉદાહરણ તરીકે આર્જેન્ટિનાના કેદીઓને મેચ નહીં બતાવવાને કારણે તેમને ભૂખ હડતાલ કરી નાખી. તેની સાથે સાથે ફિફાના પૂર્વ અધ્યક્ષ જેમના પર 6 વર્ષની બેન હતો તેમને વર્લ્ડ કપ જોવા માટે રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી આપવામાં આવી. પરંતુ આ બધાની વચ્ચે એક એવો પણ મામલો છે જેને સાંભળીને તમે ચોંકી જશો.

fifa world cup

જરા વિચાર કરો કોઈ અંધ અને બહેરા, ગૂંગા વ્યક્તિને ફિફા વિશે શુ ખબર પડતી હશે. પરંતુ હવે અંધ અને બહેરા, ગૂંગા વ્યક્તિ પણ ફીફાનો આનંદ લઇ રહ્યા છે. ખરેખર કોલંબિયન ટીમના ફેન જૉશ રિચાર્ડ ગેલિગો ફૂટબૉલ જોઈને જ મોટા થયા છે. પરંતુ 9 વર્ષની ઉંમરમાં એક બીમારીને કારણે તેમને પોતાની આખો ગુમાવી દીધી તેની સાથે સાથે આ બીમારીને કારણે તેમની સાંભળવાની ક્ષમતા પણ છીનવાઈ ગયી. કોઈના પણ માટે આ ઘટના પછી ફૂટબૉલ જોવાનું સપનું તૂટી શકે છે. પરંતુ જૉશના મામલામાં આવું થયું નહીં.

સ્કાય ન્યુઝ ઘ્વારા એક શાનદાર વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જોશના મિત્ર સિઝરે એક નાની ફૂટબૉલ પીચ બનાવી છે. આ પીચ પર તેઓ પોતાના અંધ મિત્ર જોશને ફિફા મેચનું લાઈવ સમજાવે છે. સીઝર તેના મિત્ર જોશનો હાથ પકડે છે અને તેની આંગળીઓને ખેલાડીની પોઝિશન મુજબ ચલાવે છે. સીઝર પોતાની આખો ઘ્વારા મેચ જોઈને જોશને આંગળીઓના હલન ચલણ ઘ્વારા આખી મેચ સમજાવી દે છે. તેને સારી રીતે સમજવા માટે આ વીડિયો જુઓ...

English summary
Fifa World Cup 2018 colombian man helps deaf blind friend enjoy world cup drama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X