Wimbledon 2021: કૈરોલિનાને હરાવીને એશ્લે બાર્ટીએ ખિતાબ પોતાના નામે કર્યો
ટેનિસની પ્રખ્યાત વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ટાઈટલ પોતાના નામે કર્યુ છે.
ટેનિસની પ્રખ્યાત વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ટાઈટલ પોતાના નામે કર્યુ છે.ચેક ગણરાજ્યની કૈરોલિના પ્લિસકોવાને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યુ વિશ્વની નંબર એક ખેલાડી એશ્લે બાર્ટી વિમ્બલ્ડનની નવી ચેમ્પિયન બની ગઈ છે. નંબર વન ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ ચેક ગણરાજ્યની કૈરોલિના પ્લિસકોવાને 6-3, 6-7, 6-3 થી પરાજય આપી વિમ્બલ્ડનનું ટાઇટલ પોતાના નામે કર્યુ. આ સાથે ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પ્રથમ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બની છે.

ફાઈનલ પહેલા પ્લિસકોવાએ સેમિફાઇનલમાં બેલારૂસની આર્યના સબાલેંકાને 5-7, 6-4, 6-4 થી પરાજય આપ્યો હતો. તો એશ્લે બાર્ટીએ એન્જેલિક કર્બરને 6-3, 7-6 (3) થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
કોરોનાને કારણે પાછલા વર્ષે આ ટૂર્નામેન્ટ રદ્દ થઈ હતી. 2019માં રોમાનિયાની સિમોના હાલેપે ચેમ્પિયન બની હતી. પ્લિસકોવા છેલ્લા સાત વર્ષમાં વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ચેક ગણરાજ્યની ખેલાડી છે. બીજી તરફ એશ્લે બાર્ટી 41 વર્ષ બાદ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. આ પહેલા 1980માં ઇવોની ગૂલાગોંગે વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ કોઈ ઓસ્ટ્રેલિયાન મહિલા ખેલાડી અહીં ચેમ્પિયન બની શકી ન હતી.












Click it and Unblock the Notifications
