આ રીતે નંખાયો સચિનને ગોડ ઓફ ક્રિકેટ બનાવવાનો પાયો

ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર, ધ રેકોર્ડ મેન અનેક નામોથી વિશ્વ ક્રિકેટમાં જાણીતા બનેલા સચિન તેંડુલકરે વિશ્વ ક્રિકેટમાં 100 જેટલી સદીઓ ફટકારેલી છે. ક્રિકેટના મોટાભાગના રેકોર્ડ પછીએ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હોય, સદી ફટકારવાનો રેકોર્ડ હોય કે પછી અન્ય રેકોર્ડ હોય, તેમાં આપણે એક આંતરરાષ્ટ્રીય ખેલાડીનું નામ અચુક પણે વાંચવા મળતું હોય છે અને એ નામ બીજા કોઇનું નહીં પરંતુ એ નામ હતું સચિન તેંડુલકર. આજે અચાનક સચિન તેંડુલકર અંગે આ પ્રકારના લેખને લઇને ચોક્કસપણે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે, પરંતુ તમારાએ પ્રશ્ન અને ઉત્સુકતાભરી સ્થિતિને અહીં જ સમાવી દો.

આજે એટલે 14 ઑગસ્ટનો દિવસ સચિન તેંડુલકરના જીવન માટે ઘણો જ ખાસ છે. એ કહેવું કદાચ અતિશયોક્તિભર્યું પણ હોઇ શકે છે કે, જો આ દિવસ સચિનના જીવનમાં ના આવ્યો હોત તો કદાચ બની શકત કે તે ક્રિકેટનો ગોડ બની શક્યો ના હોત, આજથી 23 વર્ષ પહેલા એટલે કે 14 ઑગસ્ટ 1990ના રોજ સચિન તેંડુલકર માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે પોતાની કારકિર્દીની બીજી ટેસ્ટ રમવા માટે ગયો હતો. આ ટેસ્ટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હતી. પહેલી ટેસ્ટ ભારત માટે ફળદાયી રહી નહોતી અને ટીમ ઇન્ડિયાએ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

હારના ભારણમાંથી બહાર આવીને ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ મેદાન પર ઉતરી હતી, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ આજે પણ ભારતને પરાસ્ત કરવાના મૂડમાં હોય તેમ ટીમ ઇન્ડિયાના બોલર્સ પર તૂટી પડી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતે સામે 519 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં ભારતની ટીમ પહેલી ઇનિંગમાં 432 રન કરી શકી હતી. પહેલી ઇનિંગમાં અઝહરુદ્દિને સદી તો ફટકારી જ હતી પરંતુ ટીમ ઇન્ડિયાના ઉભરતા ખેલાડી અને ક્રિકેટના ભગવાને પણ દર્શાવી દીધું હતું કે ક્રિકેટનો નવો ઉદય થવાની તૈયારીમાં છે, સચિને પહેલી ઇનિંગમાં 68 રન બનાવ્યા.

બીજી ઇનિંગમાં પણ ઇંગ્લેન્ડે ભારત સામે 320 બનાવ્યા અને ભારત સામે 408 રનનો લક્ષ્યાંક મુક્યો. જો કે, બીજી ઇનિંગ ભારત માટે સારી સાબિત ના થઇ અને માત્ર 127 રનમાં ભારતની પાચ વિકેટ પડી ગઇ હતી. બસ એ જ સમયે મેદાન પર એક એવો તરૂણ ક્રિકેટર ઉતર્યો કે, જેને જોઇને વિરોધી ટીમ ઇંગ્લેન્ડે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ ટેણિયો વિજયને હાથમાંથી લઇને જતો રહેશે. 17 વર્ષ ત્રણ મહિના અને 21 દિવસની ઉમર અને ઓછી ઉંચાઇ સાથે સચિન તેંડુલકર મેદાન પર ઉતર્યો અને પોતાની અંદર રહેલી ક્રિકેટ કૌશલ્યતાનો પરચો આપતો હોય તેમ 119 રનની ઇનિંગ રમી. કહેવાય છે કે આ ઇનિંગ સચિન માટે તેની કારકિર્દીના ઘડતર સમાન સાબીત થઇ હતી.

બસ આ ઇનિંગથી સચિનના ગોડ ઓફ ક્રિકેટનો પાયો નંખાયો. આ તેની કિક્રેટ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી હતી. ત્યારબાદ સચિને ક્યારેય પાછળ વળીને જોયું નથી. ક્રિકેટ કારકિર્દીમાં અનેક સંઘર્ષ ભર્યા દિવસો આવ્યા હોવા છતાં પણ સચિને ક્રિકેટમાં પોતાનું અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ તકે અમે અહીં સચિનની કેટલીક યાદગાર સદીઓ અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ.

ઓસ્ટ્રેલિયા સામે 1992માં

ઓસ્ટ્રેલિયા સામે 1992માં

1992માં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં સચિને 114 રનની ઇનિંગ રમી હતી.

 ઇંગ્લેન્ડ સામે 1996માં

ઇંગ્લેન્ડ સામે 1996માં

ઇંગ્લેન્ડ સામે સચિને 1996માં એક ટેસ્ટ મેચમાં 122 રનની ઇનિંગ રમી હતી.

સાઉથ આફ્રિકા સામે 1997માં

સાઉથ આફ્રિકા સામે 1997માં

1997માં દક્ષિણ આફ્રિકા સામેની એક ટેસ્ટ મેચમાં સચિને તેંડુલકરે 169 રનની ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સામે 1998

ઓસ્ટ્રેલિયા સામે 1998

1998માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં સચિને અણનમ 155 રનની ઇનિંગ રમી હતી.

1999માં પાકિસ્તાન વિરુદ્ધ

1999માં પાકિસ્તાન વિરુદ્ધ

1999માં પાકિસ્તાન સામેની એક ટેસ્ટ મેચમા સચિને 136 રનની ઇનિંગ રમી હતી.

1999માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ

1999માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ

1999માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એક ટેસ્ટ મેચ દરમિયાન સચિને 116 રનની ઇનિંગ રમી હતી.

2001માં ઓસ્ટ્રેલિયા સામે

2001માં ઓસ્ટ્રેલિયા સામે

2001માં ઓસ્ટ્રેલિયા સામેની એક ટેસ્ટ મેચ દરમિયાન સચિને 126 રનની ઇનિંગ રમી હતી.

2001માં દક્ષિણ આફ્રિકા સામે

2001માં દક્ષિણ આફ્રિકા સામે

2001માં એક ટેસ્ટ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે સચિને 155 રનની ઇનિંગ રમી હતી.

2002માં વેસ્ટ ઇન્ડિઝ સામે

2002માં વેસ્ટ ઇન્ડિઝ સામે

2002માં વેસ્ટ ઇન્ડિઝ સામેની એક ટેસ્ટ મેચ દરમિયાન સચિને 117 રનની ઇનિંગ રમી હતી.

2002માં ઇંગ્લેન્ડ સામે

2002માં ઇંગ્લેન્ડ સામે

2002માં ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ મેચમાં સચિને 193 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X