For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન મામલે ગાવસ્કરની બેવડી ભૂમિકા, પહેલા ટીકા પછી બચાવ

By Super
|
Google Oneindia Gujarati News

Sunil Gavaskar
મુંબઇ, 28 નવેમ્બર:ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહેલા સચિન તેંડુલકરની પહેલા ટીકા કર્યા બાદ હવે તેના બચવામાં આવ્યા છે સુનિલ ગાવસ્કર. ગાવસ્કરે કહ્યું છે કે સચિન પુનરાગમન કરશે. ગાવસ્કરે ટીમમાં ફેરબદલ નહીં કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

અત્યારસુધી સચિન તેંડુલકરની આલોચના કરી રહેલા દિગ્ગજ ખેલાડી હવે તેના સમર્થનમાં બોલી રહ્યાં છે. સચિન અને પસંદગીકર્તા વચ્ચે વાતચીતની વકાલત કરી રહેલા પૂર્વ સુકાની ગાવસ્કરે બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. હવે ગાવસ્કર એ લોકો પર વરસી રહ્યાં છે જે સચિનને ટીમમાથી બહાર કરવાની માંગણી કરી રહ્યાં છે.

ગાવસ્કરએ એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, અમે એ વ્યક્તિ માટે આટલા ઝડપી કેમ વિચારી રહ્યાં છે જે ઘણા લાંબા સમયથી ભારતનો લોકપ્રિય રહ્યો છે. આપણે કોઇને પ્રેમ કરીએ કે ચિડાઇએ, પ્રતિક્રિયા વઘારે જ હોય છે. ઓસ્ટ્રેલિયાએ હંમેશા બેદર્દ કહેવામાં આવે છે, પરંતુ તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે રિકી પોન્ટિંગને ટીમમાંથી બહાર કર્યો? સચિન પુનરાગમન કરશે, સચિન અને પોન્ટિંગ એવા ખેલાડી છે જે ચુપચાપ નથી જવાના, તે દહાડીને જશે.

ગાવસ્કરના બદલાયેલા વલણ ચોંકાવનારા છે, કારણ કે મુંબઇ ટેસ્ટમાં શરમજનક હાર અને સચિનના ખરાબ પ્રદર્શન બાદ ગાવસ્કરે જ કહ્યું હતું કે પસંદગીકારોએ સચિન સાથે વાત કરવી જોઇએ. બીજી તરફ એવા સમાચાર પણ છે કે સચિને તમામ વાતો પસંદગીકારો પર છોડી છે, પરંતુ પસંદગીકારોએ સચિનને કહ્યું છે કે તેઓ તેની સાથે છે.

પસંદગીકારો ભરે સચિન પર ભરોસો દર્શાવી રહ્યાં હોય પરંતુ સચિનનો હાલનો રેકોર્ડ તેના પક્ષમાં નથી. સચિન લાંબા સમયથી ફોર્મમાં નથી. સચિને છેલ્લી 10 ઇનિંગ્સમાં 15.3ની એવરેજથી માત્ર 153 રન કર્યા છે અને આ દરમિયાન આ ટોપ ઓર્ડરના કોઇ પણ ભારતીય બેટ્સમેનનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ઇંગ્લેન્ડ સામેની ત્રણ ઇનિંગમાં સચિને માત્ર 29 રન બનાવ્યા છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X