GT vs RR : ગિલ-મિલરની ધમાલ, રાજસ્થાનને 178 રનનો મોટો ટાર્ગેટ
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલની મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનને 177 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 7 વિકેટે 177 રન બનાવ્યા છે. ગુજરાત તરફથી શુભમન ગિલ અને ડેવિડ મિલરે ધમાકેદાર બેટિંગ કરી હતી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે ખરાબ શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન રિદ્ધિમાન સાહા માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. સાઈ સુદર્શને સારી શરૂઆત કરી પરંતુ તેને જાળવવામાં નિષ્ફળ રહ્યો અને 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

ત્યારબાદ હાર્દિક પંડ્યા અને શુભમન ગિલે સારી બેટિંગ કરતાં અડધી સદીની પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપ હાર્દિક પંડ્યા 19 બોલમાં 28 રન બનાવીને આઉટ થતા તુટી. જે બાદ ગિલે ધમાલ ચાલુ રાખી અને 33 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો.
છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરે ધમાકેદાર બેટિંગ કરતા 30 બોલમાં 46 રનની ઈનિંગ્સ રમી. અભિનવ મનોહરે 13 બોલમાં 27 રનની ઈનિંગ રમી હતી. આ રીતે ગુજરાત ટાઇટન્સે 7 વિકેટે 177 રનનો સ્કોર બનાવ્યો. હવે જોવાનું એ રહે છે કે રાજસ્થાન તેને બનાવી શકે છે કે કેમ?












Click it and Unblock the Notifications
