For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય પ્રવાસથી આપણા ખેલાડી ઘણું બધું શીખશે

By Super
|
Google Oneindia Gujarati News

ricky-ponting
મેલબર્ન, 21 માર્ચઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગે કહ્યું છે કે, ભારત પ્રવાસ દરમિયાન સારું પ્રદર્શન કરવામાં તે ઘણીવાર નિષ્ફળ રહ્યો હતો અને હાલ ભારતના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ ભલે અત્યારે નિષ્ફળ ગઇ હોય પરંતુ જ્યારે બીજી વખત ભારતના પ્રવાસે જશે ત્યારે સારું પ્રદર્શન કરી શકશે.

રિકી પોન્ટિંગે જણાવ્યા પ્રમાણે, ભારત પ્રવાસ હંમેશા કપરો રહે છે. ચારમાંથી પહેલા ત્રણેય પ્રવાસમાં તે રન બનાવી શક્યા નહોતા, પંરતુ ત્યાર બાદ મે સ્પિન બોલિંગ રમવાનું શીખી લીધું અને પોતાના પરિસ્થિતિ અનુસાર ઢાળી લીધો. તેમણે કહ્યું કે, હવે જ્યારે આ ખેલાડીઓ જશે ત્યારે સારું પ્રદર્શન કરશે. આપણે આશા રાખીએ કે આપણી ટીમ ચોથી મેચ જીતીને પરત ફરે. નોંધનીય છે કે, પોન્ટિંગે ભારતમાં પહેલી અડધી સદી બીજા પ્રવાસમાં અને પહેલી સદી પાંચમા પ્રવાસમાં લગાવી હતી.

રિકી પોન્ટિંગે ટીમના કોચ મિકી આર્થર અને સુકાની માઇકલ ક્લાર્કનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, જીત નહીં મળતા તમે દબાણભરી સ્થિતિમાં આવી જાઓ છો, જો કે, જીતવા પર સાબાશી પણ મળે છે. મિકીએ ઘણી વિજેતા ટીમોને કોચિંગ આપી છે અને દરેક વખતે દરેક ટીમ જીતી શકતી નથી, પરંતુ તેમને ખબર છે કે પુનરગામન કેવી રીતે કરવું. માઇકલ ક્લાર્ક પણ 90 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

English summary
Guys will be richer in experience after India tour says Ricky Ponting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X