હાર્દિક પંડ્યાએ ખુદ ગુજરાત ટાઈટન્સ છોડવાનો નિર્ણય કર્યો? આખરે હકિકત લોકો સામે આવી ગઈ
આઈપીએલ 2024 માટે નીલામી પહેલા ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. આ ખબરો વચ્ચે હાર્દિક પંડ્યાએ તમામને ચૌકાવ્યા છે.
અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સે રિટેન કર્યો હતો પરંતુ બે કલાક પછી તેના ટ્રેડના સમાચાર સામે આવ્યા. વાત અહીં ન અટકી. લોકો કઈ સમજે તે પહેલા તે મુંબઈ ઈન્ડિયન સાથે જોડાઈ ગયો.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાના બદલામાં ગુજરાતને કોઈ ખેલાડી નથી આપ્યો. તેને રોકડ ડીલમાં પરત લાવવામાં આવ્યો છે, પંડ્યાની કિંમત 15 કરોડ રૂપિયા છે, આ રકમ ચૂકવીને તેને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે તેના જવાને લઈને મોટો ખુલાસો થયો છે.
માનવામાં આવતું હતું કે ગુજરાતે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો છે. એવા પણ અહેવાલ હતા કે મુંબઈ ઈન્ડિયન્સ તેના જૂના ખેલાડીને પરત લાવવા માંગે છે, તેથી તેને 15 કરોડ રૂપિયા આપીને સામેલ કરવામાં આવ્યો. હવે સત્ય અલગ જ બહાર આવ્યું છે.
ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ સોમવારે એક નિવેદનમાં તમામ અહેવાલો અને અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું. તેણે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ પોતે તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવા ઈચ્છા વ્યક્ત કરી હતી. તે ચાલ્યો ગયો અને અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ.
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા છેલ્લી બે સિઝનથી ગુજરાતનો કેપ્ટન હતો. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાતે તેની પ્રથમ સિઝન રમીને ટાઈટલ જીત્યુ. ગઈ સિઝનમાં પણ ગુજરાત ફાઈનલ રમ્યું પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો.












Click it and Unblock the Notifications
