For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ક્રિકેટની લોકપ્રિયતા માટે હિન્દી કોમેન્ટ્રી જરૂરી'

|
Google Oneindia Gujarati News

kapil-dev
નવીદિલ્હી, 12 નવેમ્બરઃ ભારતના પૂર્વ સુકાની કપિલ દેવે કહ્યું કે ક્રિકેટની લોકપ્રિયતા જાળવી રાખવા માટે હિન્દીની કોમેન્ટ્રી ઘણી જરૂરી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 નવેમ્બરથી પ્રારંભ થનારી શ્રેણીમાં હિન્દી કોમેન્ટ્રી માટે કપિલ દેવ અને નવજોત સિંહ સિદ્ધુ સાથે કરાર કર્યો છે. આ સંબંધમાં કપિલનું કહેવું છે કે હિન્દી કોમેન્ટ્રીએ જ આજે ક્રિકેટને આટલા લોકપ્રિય બનાવ્યું છે. હવે ક્રિકેટ ભારતના ગામડાઓમાં પણ રમાય છે.

આ સાથે જ કપિલ દેવ હિન્દી કોમેન્ટેટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. નોંધનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણીની તમામ મેચોનો આંખો દેખો હાલ હિન્દીમાં સંભળાવશે. કપિલે આ અંગે કહ્યું કે મને ઘણુ સારુ લાગી રહ્યું છે કે ચેનલે હિન્દી ભાષાનું મહત્વ ઓળખ્યું છે અને જો હિન્દુસ્તાનમાં ક્રિકેટને જીવંત રાખવું છે હિન્દી કોમેન્ટ્રી હોવી જરૂરી છે કે પહેલા માત્ર મહાનગરોમાં રમાતી રમત હવે ભારતના ગામડાઓમાં પણ રમાઇ રહી છે.

કપિલનું કહેવું છે કે ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડના છે, હરભજન સિંહ જલંધર અને ઝહીર ખાન શ્રીરામપુર જેવા નાના શહેરમાંથી આવે છે.

કપિલ સાથે કોમેન્ટ્રી બોક્સમાં પોતાના મઝાકિયા અંદાજ માટે જાણીતા પૂર્વ ક્રિકેટ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુ પણ હશે. સિદ્ધુ હાલ બિગ બોસમાંથી બહાર આવ્યા છે અને એવુ કહેવામાં આવે છે કે ગુજરાતમાં થનારા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરી શકે છે. જો કે, આ વાતોનું ખંડન સિદ્ધુએ કર્યું છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર માટે મારી આવશ્યકતા નથી.

English summary
Two former Indian cricketer Navjot Singh Sidhu and Kapil Dev have been appointed as Hindi commentator in Star Cricket for India England test series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X