હૈદરાબાદ ટેસ્ટ: ભારત ઓસી. પર ભારે, અશ્વિને ઝડપી 2 વિકેટ
હૈદરાબાદ, 4 માર્ચ: હૈદરાબાદના ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં જારી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 503 રન બનાવી પેવેલિયનભેગી થઇ ગઇ હતી. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની બીજી પારી રમવા માટે મેદાને ઉતરી હતી. ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 266 રનોની બઢત મેળવી હતી જેને ચેઝ કરવા માટે કાંગારું ટીમ મેદાને ઉતરી ચૂક્યું હતું.
જેમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં પણ અશ્વિન ભારે પડ્યો છે અશ્વિને શરૂઆતમાં જ કાંગારુની બે વિકેટ પેવેલિયનભેગી કરી દીધી હતી. અશ્વિને વોર્નરને 26 રને અને ફિલિપ્સ હગ્સને શૂન્ય રને પેવેલિયન ભેગા કરી દીધા. હાલમાં ક્રિઝ પર વોટસન અને કોવન રમી રહ્યા છે.

ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની જોડી ક્રિઝ પરથી પેવેલિયન ભેગી થઇ ગઇ ત્યારબાદ કોઇ ભારતીય બેટ્સમેને પોતાના બેટનો જાદુ બતાવી શક્યો નહી. અને એક પછી એક સસ્તામાં પેવેલિયનભેગા થઇ ગયા. પુજારા બાદ ક્રિઝ પર રમવા આવેલ માસ્ટર બ્લાસ્ટર માત્ર 7 રન પર જ કેચ આઉટ થઇ ગયા. ત્યારબાદ કપ્તાન ધોની 44, રવિન્દ્ર જાડેજા 10, આર અશ્વિન 1, હરભજનસિંહ શૂન્ય, વિરાટ કોહલી 34, ભુવનેશ્વર કુમારે 10 રન બનાવી પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જ્યારે ઇશાંત શર્મા બે રન બનાવી અણનમ રહ્યો હતો.
આ પહેલા શ્રેણીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિવારે વીરેન્દ્ર સહેવાગની વિકેટ લીધા બાદ ઓસ્ટ્રેલિયાઇ બોલર આખો દિવસ વિકેટ ઝટકવા માટે તરસતા રહ્યા હતા. તેમજ ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં જારી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિવારે મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી પોતપોતાની સદી નોંધાવી.
પુજારાની આ ચોથી અને મુરલીની બીજી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદી છે. પુજારા 112 અને મુરલી 109 રન બનાવીને હજી અણનમ છે. જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના 237 રનોને ચેઝ કરી લઇને 7 રનોની બઢત બનાવી લીધી છે, અને હજી ભારતની નવ વિકેટ બાકી છે.
પુજારાએ 188 બોલમાં 14 ચોકાની મદદથી પોતાની સદી પૂરી કરી લીધી જ્યારે મુરલી વિજયે 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી ફટકારી દીધી તેણે કૂલ 245 બોલોનો સામનો કર્યો.
આ પહેલા ગઇકાલે શનિવારે અણનમ રહેલા બેટસમેન વીરેન્દ્ર સહેવાગે (4) અને શૂન્ય પર મુરલી વિજયે રવિવારે દિવસની શરૂઆત કરી. ભારતીય ટીમની પ્રથમ વિકેટ સહેવાગના રૂપે પડી. વીરુ આજે માત્ર બે (કુલ 6) રન બનાવીને પેવેલીયન ભેગો થઇ ગયો.












Click it and Unblock the Notifications
