For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાની રેસમાં ક્યારેય નહોતો'

By Super
|
Google Oneindia Gujarati News

gautam-gambhir
નવી દિલ્હી, 28 માર્ચઃ ગત વર્ષે કેટલીક તકો પર ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બનવાની ઇચ્છા વ્યક્ત કરનારા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે તે ક્યારેય સુકાની બનવાની રેસમાં સામેલ નહતો. હાલ રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રહેલા ગંભીરે કહ્યું કે, મે ક્યારેય એવું નથી કહ્યું કે હું ટેસ્ટ સુકાની બનવા માંગું છું. મેં કહ્યું હતું કે ટીમનો સુકાની બનવો એ ઘણું મોટું સન્માન છે.

મને યાદ છે કે પર્થમાં મને આ જ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. મે કહ્યું હતું કે મારા માટે આસ્ટ્રેલિયાની જમીન પર શ્રેણી જીત નોંધાવનારી ટીમનો હિસ્સો બનવાનું અને તેમાં યોગદાન આપવું મોટું સન્માન છે.

ગંભીરને પૂછવામાં આવ્યું હતું કે તેમણે ગત વર્ષ ટેસ્ટ ટીમનો સુકાની બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ ઓપનિંગ બેટ્સમેન પ્રશ્ન પૂરો થાય તે પહેલા જ પ્રશ્નો આપવામાં માંડ્યો હતો. આઇપીએલમાં કેકેઆરને સફળતાં અપાવ્યા બાદ જો કે, ગંભીરે ગત વર્ષે જૂન મહિનામાં ટેસ્ટ ટીમનો સુકાની બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેણે ત્યારે કહ્યું હતું કે નશ્ચિત રીતે આ એક મોટું સન્માન છે. હું તેના માટે તૈયાર છું. હું આ જવાબદારીને પડકારવા માટે તૈયાર છું કારણ કે તમે અલગ-અલગ પ્રકારના પડકારોનો સામનો કરવા માંગો છો. ગંભીરે અહીં રાષ્ટ્રીય સ્કૂલ લીગના ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન શિખર ધવનના પણ વખાણ કર્યા, જેણે મોહાલીમાં પોતાની પર્દાર્પણ મેચમાં 187 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેમણે કહ્યું કે શિખર સતત સારું પ્રદર્શન કરતો રહ્યો છે અને મને ખુશી છે કે તેણે ઘણી સારી શરૂઆત કરી છે. તેણે ઘણા સમય પહેલા ટીમમાં સ્થાન મળવું જોઇતું હતું. આશા છે કે તે પોતાનું આવું પ્રદર્શન આગળ પણ જાળવી રાખશે.

English summary
i am never in race of captaincy says gambhir. he also said that Doing well in overseas Test series is most important.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X