For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ક્રિકેટનો ભગવાન નથીઃ સચિન તેંડુલકર

By Super
|
Google Oneindia Gujarati News

Sachin-Tendulkar
બેંગ્લોર, 4 એપ્રિલઃ ક્રિકેટના ચાહકો અને કેટલાક પ્લેયર્સ સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન તરીકે સંબોધે છે, પરંતુ માસ્ટર બ્લાસ્ટરનું કહેવું છે કે તે કોઇ ભગવાન નથી અને ભૂલો પણ કરે છે. સચિન હાલ આઇપીએલની છઠ્ઠી આવૃતિની મેચ માટે બેંગ્લોર આવેલા છે જ્યાં તેમણે એનડીટીવીની એક ઇવેન્ટમાં ઉક્ત ટીપ્પણી કરી હતી.

તેંડુલકરે કહ્યું, ' હું ક્રિકેટનો ભગવાન નથી, હું ભુલો કરું છું, ભગવાન ક્યારેય કરતા નથી. હું હંમેશા સુનિલ ગાવસ્કર અને વિવિયન રિચાર્ડ્સને મારા રોલ મોડલ માનું છું અને હું બન્નેનું કોમ્બિનેશન બનવા માંગુ છું.'

તેંડુલકર અને મુંબઇ ઇન્ડિયન્સ ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આઇપીએલ 6ની મેચમાં રોયલ ચેલેન્જર્સ સાથે ટકરાશે. ભૂતકાળમાં તેંડુલકરના ક્રિકેટના યોગદાન બદલ તેને ભગવાન તરીકે સંબોધતા હતા, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઇકલ હસ્સીએ પણ સચિનને ક્રિકેટના ભગવાન તરીકે ગણાવ્યા હતા.

તેંડુલકરે કહ્યું, ' ટીમ ઇન્ડિયાની જર્સી અને કેપ પહેરવીએ મારી માટે મહત્વની વસ્તુ છે અને ત્યારપછી એ વસ્તુ મહત્વની નથી કે મારી પાસે 10 જીન્સ અને 20 ટીશર્ટ છે. ભારત માટે રમવાની જે યાત્રા છે તે મારી અવિશ્વસિનય છે. હું જ્યારે પાછળ વળીને જોઉ છું ત્યારે બસ અને ટ્રેનમાં ધક્કા લાગતા એ યાદ આવે છે પરંતુ હું પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા મારી જાતને ફીટ કરી લેતો હતો.'

ગયા વર્ષે 100મી આતંરરાષ્ટ્રીય સદી ફટકાર્યા બાદ સચિને કહ્યું હતું કે, મારો પ્રથમ પ્રશ્ન ભગવાનને એ હતો કે શા માટે આટલો બધો સમય લાગ્યો? મેં શું ખોટું કર્યું હતું? લાખો લોકો તેની રાહ જોઇ રહ્યાં છે તો તેને પૂર્ણ કરવામાં આટલી બધું મોડું થવું જોઇતું નહોતું.

English summary
Fans and some players refer Sachin Tendulkar as "God of Cricket", but the Master Blaster says he is "not God" and makes mistakes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X