ધોનીથી તુલના મને પસંદ નથીઃ ગાંગુલી
નવી દિલ્હી, 26 જૂનઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મને એ જરા પણ પસંદ નથી કે, મારી તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરવામાં આવે. તેમણે આ વાત ત્યારે કરી જ્યારે તેને ભારતના સર્વશ્રેષ્ઠ સુકાની અંગે પૂછવામાં આવ્યું. સૌરવે કહ્યું કે, સમયની સાથે ઘણા બદલાવ આવે છે. સમય સાથે નવા ખેલાડી અને નવા સુકાની આવે છે. જેમની પોતાની પર્સનાલિટી અને ખાસિયત હોય છે. તેવામાં મારી તુલના ધોની સાથે કરવામાં આવે તેને હું ખોટી માનું છું.
ગાંગુલીએ કહ્યું કે, અમારા માટે ખુશીની વાત છે કે ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આપણે હંમેશા ટીમના સારા પ્રદર્શન માટે પ્રયાસ કરતા રહેવા જોઇએ અને ભારતીય ક્રિકેટ અંગે વિચારવું જોઇએ. ધોનીના વખાણ કરતા ગાંગુલીએ કહ્યું કે, તે બાબતોને આસાન અને સરળ બનાવી રાખે છે. તેમના પર ગેમે તેટલું દબાણ હોય પણ તે જાહેર કરતા નથી. તેમણે દરેક પરિસ્થિતિમાં ટીમનું આગળ આવીને નેતૃત્વ કર્યું છે.













Click it and Unblock the Notifications
