સચિનના પગ પકડી લઇશ, નહીં જવા દઉ ડ્રેસિંગ રૂમની બહારઃ યુવી
રાજકોટ, 11 ઓક્ટોબરઃ ગઇ કાલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં શાનદાર ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને જીતાડનાર યુવરાજ સિંહનું કહેવું છે કે, મને સમજાઇ રહ્યું નથી કે હું સારી ઇનિંગ રમીને ખૂશ થાઉ કે દુઃખી, કારણ કે આજે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહ્યું છે. યુવીનું માનવું છે કરે, આ મારા માટે ભાવુક પળ છે, હું ઇચ્છું છું કે તેઓ હજુ 10 વર્ષ સુધી રમે. મે આટલા લાંબા સમય સુધી તેમની સાથે રમ્યુ છે, હું તેમના પગ પકડી લઇશ અને તેમને ડ્રેસિંગ રૂમની બહાર નહીં જવા દઉ. તે મહાન ખેલાડી છે, પરંતુ ક્યારેય તેમને પોતાનો પાવર દર્શાવ્યો નથી, તે જાતે જ જૂનિયર ખેલાડી પાસે જાય છે અને તેમની સાથે વાત કરે છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ઇનિંગ અંગે યુવરાજે કહ્યું છે કે, હું ઘણા લાંબા સમય બાદ ખેલના મેદાન પર પરત ફર્યો છું. આ દરમિયાન મે ઘણી મહેનત કરી છે અને ખેલના માનસિક પહેલુઓ પર કામ કર્યું છે. યુવરાજે ઓસ્ટ્રેલિયા વિરદ્ધ રમેલી પોતાની ઇનિંગને પોતાના માતા અને સચિનને સમર્પિત કરી છે. યુવરાજે કહ્યું કે, મારી માતાએ મારા પુનરાગમન માટે ઘણી દુઆઓ કરી છે અને દરરોજ કરે છે.












Click it and Unblock the Notifications
