T-20: ભારતે પાકિસ્તાનને 7 વિકેટે માત આપી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ઢાકા, બાંગ્લાદેશમાં ચાલી રહેલી આઇસીસી ટી-20 વર્લ્ડકપ ક્રિકેટ ટૂર્નામેન્ટના પોતાના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવી દિધું. પહેલાં બોલીંગ કરતાં ટીમ ઇન્ડિયાએ પ્રતિદ્રંદી ટીમને ફક્ત 130 રન પર રોકી દિધી હતી. ટીમ ઇન્ડિયાને જીતવા માટે 131 રન બનાવવાનો પકડાર મળ્યો હતો જે તેને કોઇપણ જાતની મુશ્કેલી વિના 7 વિકેટે જીતી મેળવી લીધી હતી.

ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યો હતો અને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો કારણ કે ભારતના બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાનના બેસ્ટમેનો પર દબાણ બનાવી લીધું હતું અને કોઇપણ બેસ્ટમેનને મોટી ઇનિંગ રમવા દિધી ન હતી.

પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 130 રન બનાવ્યા હતા. ભારત તરફથી અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના બે ખેલાડી રન આઉટ થઇ ગયા હતા. જ્યારે ભુવનેશર, શમી અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 33 રન ઉમર અકમલે બનાવ્યા હતા.

t-20

તેના જવાબમાં મેદાનમાં રમવા ઉતરેલી ભારતીય ટીમના બેસ્ટમેનોને શાનદાર શરૂઆત કરી. શિખર ધવન અને રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાનો સ્કોર 50 પાર પહોંચાડી દિધો ત્યાર બાદ શિખર ધવન, રોહિત શર્મા અને યુવરાજ સિંહ જલદી આઉટ થતાં એક સમયે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં પડતી જોવા મળી. એવામાં વિરાટ કોહલી અને સુરેશ રૈનાએ ફરી એકવાર સાવધાની પૂર્વક બેટીંગ કરતાં ટીમ ઇન્ડિયાને જીતની નજીક પહોંચાડી દિધી. સુરેશ રૈનાએ 34 અને કોહલી 36 રન બનાવ્યા હતા.

English summary
India wobbled in the middle overs while chasing a target of 131. But eventually, Kohli and Raina sealed a comfortable win for the men in blue. Amit Mishra won the man of the match award for his impressive 4-1-22-2 bowling spell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X