IPL 2022માં આ ખેલાડી અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હશે, રાશિદ ખાન પણ ટીમમાં જોડાઈ શકે!
હાર્દિક પંડ્યા IPLની નવી ટીમ અમદાવાદનો કેપ્ટન બની શકે છે. IPL કારકિર્દીની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેલા હાર્દિકને આ વખતે ટીમે જાળવી રાખ્યો નથી.
મુંબઈ : હાર્દિક પંડ્યા IPLની નવી ટીમ અમદાવાદનો કેપ્ટન બની શકે છે. IPL કારકિર્દીની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેલા હાર્દિકને આ વખતે ટીમે જાળવી રાખ્યો નથી.

હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હશે. હાર્દિકને આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે જાળવી રાખ્યો નથી. અગાઉ એવા અહેવાલ હતા કે ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને મુંબઈના બેટ્સમેન શ્રેયસ અય્યરને જવાબદારી સોંપી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, અમદાવાદ ફ્રેન્ચાઈઝી તેની ટીમની કમાન વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિકને સોંપી શકે છે. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદના પૂર્વ લેગ સ્પિનર રાશિદ ખાન પણ આ ટીમમાં સામેલ થઈ શકે છે. રાશિદે કથિત વિવાદોને કારણે હૈદરાબાદની ટીમ છોડી દીધી હતી. રાશીદ ટીમમાં પ્રથમ પસંદગી બનવા માંગતો હતો પરંતુ હૈદરાબાદે કેન વિલિયમસનને તે જગ્યાએ રાખ્યો હતો.
Hardik Pandya will be the captain of the brand new Ahmedabad franchise (not Shreyas). They're getting Rashid Khan on board too.
— KSR (@KShriniwasRao) January 10, 2022
Action-packed week. : )
આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 10 ટીમો હશે. ગયા મહિને ટીમોએ તેમની પસંદગીના મહત્તમ ચાર ખેલાડીઓની યાદી IPL મેનેજમેન્ટને સુપરત કરી હતી. લખનૌ અને અમદાવાદની ટીમોએ આ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં તેમના કેટલાક ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. આ વખતે IPLમાં મેગા ઓક્શન છે. આ હરાજી 7 અને 8 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં થશે.
ઉલ્લેખનિય છે કે આઈપીએલ 2022 માટે નવી 2 ટિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આઈપીએલમાં 8 ની જગ્યાએ 10 ટીમ રમતી જોવા મળશે.












Click it and Unblock the Notifications
