For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: વોર્મ અપ મેચ ડ્રો, રવિન્દ્ર જાડેજા ઝળક્યો

ભારત અને કાઉન્ટી સિલેકટ 11 વચ્ચે 3 દિવસીય વોર્મ-અપ મેચ ડ્રો થઈ છે. પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારતે 93 ઓવરમાં 311 રન બનાવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ભારત અને કાઉન્ટી સિલેકટ 11 વચ્ચે 3 દિવસીય વોર્મ-અપ મેચ ડ્રો થઈ છે. પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારતે 93 ઓવરમાં 311 રન બનાવ્યા હતા, જેમાં કેએલ રાહુલે ૧50 બોલમાં 101 રનબનાવ્યા હતા અને રવિન્દ્ર જાડેજાએ પણ 146 બોલમાં 75 રનની ઈનિગ્સ રમી હતી.આ સિવાય કોઇ તમામ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. ભારતે કાઉન્ટિંગ સિલેકટ ઇલેવન ટીમને 220 રનમાં આઉટ કરી દીધી હતી, જેમાં ઉમેશ યાદવે ત્રણ વિકેટ અને મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી.

IND vs ENG

ભારતના બે ખેલાડીઓ આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર કાઉન્ટી ટીમ તરફથી રમ્યા હતા. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

ભારતે તેની પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી અને 55 ઓવરમાં 3 વિકેટ સાથે 192 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. મયંક અગ્રવાલ 81 બોલમાં 47 રન, જ્યારે ચેતેશ્વર પૂજારા 58 બોલમાં 38 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો, આ ઉપરાંત હનુમાન વિહારી અણનમ 46 રન બનાવી પરત ફ્યો, તે ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 77 રનની પ્રભાવિત ઈનિગ રમી હતી. રવિન્દ્ર જાડેજા આ મેચમાં બંને ઇનિંગમાં અડધી સદી ફટકારનાર એક માત્ર બેટ્સમેન હતો.

કાઉન્ટી સિલેકટ 11 ટીમને બીજી ઇનિંગ્સમાં 15.5 ઓવર બેટિંગ કરવા મળી અને તેણે કોઈ નુકસાન વિના 31 રન બનાવ્યા. પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર અને અને બીજી ઈનિંગમાં 48 બોલ રમીને બીજી ઇનિંગમાં અણનમ પરત ફરનાર હસીબ હમીદે પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ હતુ.

ભારતને જેના તરફથી ઉમ્મીદ હતી તે જસપ્રિત બુમરાહ કંઈ કરી શક્યો નહી. તેને પુરા મેંચમાં માત્ર એક વિકેટ મળી હતી. બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્માને આ મેચમાં સારી પ્રેક્ટિસ મળી શકી ન હતી, કારણ કે તે પ્રથમ દાવમાં 33 બોલમાં 9 રન બનાવી બનાવીને આઉટ થયો હતો. પૂજારાએ પ્રથમ દાવમાં 47 બોલમાં 21 રન બનાવ્યા હતા અને હનુમા વિહારી પણ 71 બોલમાં 24 રન બનાવીને આઉટ થયા હતા પરંતુ તે તેની ઇનિંગ વધારે લંબાવી શક્યો ન હતો. જો કે, બીજી ઇનિંગ્સમાં બંને સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા હતા.

English summary
IND vs ENG: India's warm-up game ends in a draw, Ravindra Jadeja shines in both the innings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X