For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ઉમેશ યાદવ 150 વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય બન્યો!

ઉમેશ યાદવ શુક્રવારે લંડનના ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ 150 વિકેટ મેળવનાર છઠ્ઠો ભારતીય ઝડપી બોલર બન્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉમેશ યાદવ શુક્રવારે લંડનના ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ 150 વિકેટ મેળવનાર છઠ્ઠો ભારતીય ઝડપી બોલર બન્યો છે. યાદવે પોતાની 48 મીં ટેસ્ટ મેચમાં નાઇટવોચમેન ક્રેગ ઓવરટનને બીજા દિવસની બીજી ઓવરમાં 1 રન પર આઉટ કરીને 150 મીં વિકેટ લીધી હતી. આ 150 વિકેટમાં ઉમેશે ભારતમાં 96 વિકેટ લીધી છે, જ્યારે વિદેશી ધરતી પર 54 વિકેટ લીધી છે.

umesh yadav

કપિલ દેવે સૌથી ઝડપી 150 ટેસ્ટ વિકેટ પૂર્ણ કરનાર ભારતીય ટેસ્ટ બોલરમાં 39 મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારબાદ જવાગલ શ્રીનાથ (40), મોહમ્મદ શમી (42), ઉમેશ યાદવ (48), ઝહીર ખાન (49) અને ઇશાંત શર્મા (54) નો સમાવેશ થાય છે.

ભારતીય ઝડપી બોલર દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ
434 - કપિલ દેવ
311 - ઝહીર ખાન
311 - ઇશાંત શર્મા
236 - જવાગલ શ્રીનાથ
195 - મોહમ્મદ શમી
150 - ઉમેશ યાદવ
109 - કરસન ઘાવરી
100 - ઇરફાન પઠાણ

યાદવ આ મેચની શરૂઆત પહેલા આ રેકોર્ડછી બે વિકેટ દૂર હતો. યાદવ એ બે બોલરોમાંથી એક છેસ જેણે ઇંગ્લેન્ડ સામે બીજા દિવસે વિકેટ લીધી હતી. યાદવે કેટલાક મહિનાઓના અંતરાલ બાદ ઇંગ્લેન્ડના કીમેન અને કેપ્ટન જો રૂટને 21 રને આઉટ કરીને ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરી છે.

English summary
IND vs ENG: Umesh Yadav becomes sixth Indian to take 150 wickets!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X