Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND Vs NZ : વિરાટ કોહલ-શ્રેયસ ઐય્યરના બેટથી રન સાથે રેકોર્ડનો વરસાદ, આ 5 મોટા રેકોર્ડ બન્યા

વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાનું જબરદસ્ત ફોર્મ સેમીફાઈનલમાં પણ જારી છે. સતત 9 મેચ જીત્યા બાદ ભારતીય બેટ્સમેનોએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ 4 વિકેટ 397 રનનો મોટો સ્કોર બનાવ્યો.

આ મેચમાં શુભમન ગિલ અને રોહિત શર્માએ તોફાની શરૂઆત અપાવી અને માત્ર 8.1 ઓવરમાં 71 રન બનાવ્યા. આ જોડીમાં રોહિતે 29 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 47 રનની ઇનિંગ રમી હતી.

kohli

બીજી તરફ શુભમન ગિલે 80 રનની અણનમ ઇનિંગ 66 બોલમાં રમી.આમાં તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી. જો કે ઈજાગ્રસ્ત થયા બાદ તે પેવેલિયન પરત ફર્યો હતો.

આ મેચમાં વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 9 ફોર ફટકારી. આ સદી સાથે વિરાટ કોહલીએ વનડેમાં સદીની અડધી સદી ફટકારી છે. આ સાથે વિરાટ કોહલી વર્લ્ડ કપની કોેઈ એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે.

કોહલીએ આજે સચિન તેંડુલકરના બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. સચિન તેંડુલકરે વનડેમાં 49 સદી ફટકારી છે, જ્યારે વિરાટના નામે હવે 50 સદી છે. આ સાથે જ આ મેચમાં બીજા ઘણા મોટા રેકોર્ડ બન્યા.

વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી
62 બોલ - કેએલ રાહુલ, 2023
63 બોલ - રોહિત શર્મા, 2023
67 બોલ - શ્રેયસ અય્યર, 2023
81 બોલ - વીરેન્દ્ર સેહવાગ, 2007
83 બોલ - વિરાટ કોહલી, 2011

વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
3 - રોહિત શર્મા, 2019
2 - રાહુલ દ્રવિડ, 1999
2 - શ્રેયસ અય્યર, 2023

વર્લ્ડ કપમાં ચોથા નંબર કે તેનાથી નીચેના ક્રમે સૌથી વધુ રન
511 - શ્રેયસ ઐયર, 2023
499 - સ્કોટ સ્ટાયરિસ, 2007
482 - એબી ડી વિલિયર્સ, 2015
465 - બેન સ્ટોક્સ, 2019
456 - માર્ટિન ક્રો, 1992

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી
7- રોહિત શર્મા
6 - સચિન તેંડુલકર
6 - ડેવિડ વોર્નર
5 - રિકી પોન્ટિંગ
5 - કુમાર સંગાકારા
5 - વિરાટ કોહલી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X