IND vs PAK : પાકિસ્તાનથી કેટલા લોકો મેચ માટે ભારત આવ્યા છે? જાણો કોને કોને વિઝા મળ્યા?

ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈપ્રોફાઈલ મુકાબલામાં ભારત સાથે સાથે પાકિસ્તાનથી ક્રિકેટ ફેન્સ પહોંચી રહ્યા છે. જો કે ભારત સરકારે ગણતરીના લોકોને જ વિઝા આપ્યા છે. આ લોકોમાં કોનો સમાવેશ થાય છે તે આજે અમે તમને જણાવીશું.

વર્લ્ડકપની મેચ જોવા પાકિસ્તાનથી ભારત આવતા લોકોની યાદી બહુ લાંબી નથી. ભારત સરકાર પાકિસ્તાનના તમામ લોકોને વિઝા આપી નથી રહી. ભારત માત્ર પત્રકારો અને કેટલાક ખાસ ફેન્સને જ વિઝા આપી રહ્યું છે.

IND vs PAK

પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, પાકિસ્તાન હાઈ કમિશન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લગભગ 200 પત્રકારો અને ઘણા પ્રશંસકોને વિઝા આપવા ભારતીય અધિકારીઓ સાથે વાત કરી હતી, પરંતુ દરેકને વિઝા મળી શક્યા નથી. અહેવાલો અનુસાર, આ મેચ માટે પાકિસ્તાનમાંથી માત્ર 45 પત્રકારોને માન્યતા પત્રો મળ્યા છે.

હાલમાં ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે પાકિસ્તાન તરફથી માત્ર પત્રકારો અને કેટલાક ખાસ લોકોને વિઝા આપવામાં આવ્યા છે. પાકિસ્તાનના હજારો લોકો ભારત આવીને મેચ જોવા માંગતા હતા.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો આવવાના છે. આ સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર સીટો છે, તેથી આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ મેચ જોવા માટે કેટલા લોકો સ્ટેડિયમમાં પહોંચશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X