IND vs SA : દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવી ભારતે સિરિઝ જીતી!

ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રીજા વન ડેમાં 7 વિકેટે હરાવી શ્રેણી પણ કબ્જો કર્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે.

ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રીજા વન ડેમાં 7 વિકેટે હરાવી શ્રેણી પણ કબ્જો કર્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 99 રન જ બનાવી શકી હતી, જેને ભારતીય બેટ્સમેનોએ સરળતાથી હાંસલ કર્યો હતી. ટીમ તરફથી સૌથી વધુ 49 રન શુભમન ગિલે બનાવ્યા હતા. ભારતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા.

IND vs SA

આ સિરીઝમાં કેપ્ટન શિખર ધવન બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. ત્રણેય મેચમાં તે વહેલો આઉટ થયો હતો. માત્ર 100 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ત્રીજી મેચમાં પણ ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન શિખર ધવન માત્ર 8 રન બનાવીને રનઆઉટ થયો હતો. શિખર ધવન બાદ ઈશાન કિશનને બજોર્ન ફોર્ટ્યુઈને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારતીય T20 વર્લ્ડ કપ ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન બનાવનાર શ્રેયસ અય્યર માટે આ શ્રેણી સારી રહી છે. અય્યરે પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી જ્યારે બીજી મેચમાં અણનમ 113 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. ત્રીજી મેચમાં પણ તે અણનમ રહીને ટીમને જીત અપાવી પેવેલિયન પરત ફર્યો હતો. અય્યરના ફોર્મને જોતા આગામી સમયમાં તેને વધુ તક આપવામાં આવી શકે છે.

આ મેચમાં બેટ્સમેનો પહેલા ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પિનર ​​કુલદીપ યાદવે માત્ર 18 રનમાં ચાર વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ ઉપરાંત વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ અને મોહમ્મદ સિરાજ પણ બે-બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 34 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક ત્રીજી ઓવરમાં અવેશ ખાનની ઓવરમાંવોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 6 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર રીઝા હેન્ડ્રીક્સ પણ 24 રન બનાવીને આઉટ થયો હતો. એડન માર્કરામને સંજુ સેમસને શાહબાઝ અહેમદના હાથે કેચ કરાવ્યો હતો. સિરીઝની પહેલી બંને મેચમાં અણનમ ઈનિંગ્સ રમનાર ડેવિડ મિલર આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X