Ind vs SA : કોહલીના નામે વધુ એક સિદ્ધી, આ કારનામું કરનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો!

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કપ્તાન અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક વખત પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ફોર્મમાં પરત ફર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ હવે લયમાં છે અને રોજ નવા કારનામાં કરી રહ્યુ છે.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કપ્તાન અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક વખત પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ફોર્મમાં પરત ફર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ હવે લયમાં છે અને રોજ નવા કારનામાં કરી રહ્યુ છે. હવે વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 28 બોલમાં 49 રનની અણનમ ઇનિંગ રમી પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે.કોહલીએ ઇનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ કોહલીએ T20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

T20 ક્રિકેટમાં કોહલીના 11 હજાર રન

T20 ક્રિકેટમાં કોહલીના 11 હજાર રન

વિરાટ કોહલીએ T20 ક્રિકેટના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કોહલી આ ફોર્મેટમાં 11 હજાર રન પૂરા કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. કોહલીએ પાર્નેલની ઓવરમાં સિક્સર ફટકારીને પોતાના 11000 રન પૂરા કર્યા હતા. કોહલીને 11 હજાર રન પૂરા કરવા 19 રનની જરૂર હતી.

11 હજાર રન કરનારો વિશ્વનો ચોથો ખેલાડી

11 હજાર રન કરનારો વિશ્વનો ચોથો ખેલાડી

વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 11000 રન પુરા કરનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને શોએબ મલિક આ ફોર્મેટમાં ટી-20 ક્રિકેટમાં આ કારનામું કરી ચૂક્યા છે. રનની વાત કરીએ તો, ક્રિસ ગેલે સૌથી વધુ 14562 રન બનાવ્યા છે. જ્યારે બીજા નંબર પર કિરોન પોલાર્ડ છે, જેના નામે 11914 રન છે. શોએબ મલિકે આ ફોર્મેટમાં 11902 રન બનાવ્યા છે.

કોહલી ફોર્મમાં પરત ફર્યો છે

કોહલી ફોર્મમાં પરત ફર્યો છે

સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝની બીજી મેચમાં કોહલીએ ફરી એકવાર અણનમ 49 રનની ઇનિંગ રમીને પોતાનું ફોર્મ સાબિત કર્યુ છે. કોહલીએ માત્ર 28 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. કોહલી પ્રથમ મેચમાં વધુ કંઈ કરી શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેણે શાનદાર વાપસી કરીને ટીમ માટે મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા.

વર્લ્ડકપ માટે ટીમનું ફોર્મ મહત્વનું

વર્લ્ડકપ માટે ટીમનું ફોર્મ મહત્વનું

કોહલી વર્લ્ડકપમાં પણ આ ફોર્મ જાળવી રાખે એ જરૂરી છે. ગયા વર્ષે કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 23 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ભારત ફરી એકવાર પાકિસ્તાન સામે ટકરાશે. કોહલી જૂના ઘાનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X