IND vs SA : ત્રીજા T20 પર વરસાદનું સંકટ? જાણો વરસાદની કેટલી સંભાવના છે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટી20 સિરિઝની આખરી મેચ આજે રમાશે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલી આ આખરી મેચમાં ભારત ક્લિન સ્વિપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.
ઈન્દોર, 4 ઓક્ટોબર : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટી20 સિરિઝની આખરી મેચ આજે રમાશે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલી આ આખરી મેચમાં ભારત ક્લિન સ્વિપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.

ભારતે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ બે ટી20 મેચમાં જીત હાંસલ કરી છે. હવે ભારતની નજર ક્લિન સ્વીપ પર છે. એક તરફ ભારતની સારી સ્થિતીને જોવા આ મેચમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 200 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ડેવિડ મિલરે ધમાકેદાર સદી સાથે 47 બોલમાં 106 રનની ઈનિગ્સ રમી હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે 28 બોલમાં 57 રન અને વિરાટ કોહલીએ 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આજના મેચ પહેલા મળી રહેલા સમાચાર અનુસાર, વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાનના છે. આ સિવાય મેચ દરમિયાન ઝાકળ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મેચ દરમિયાન સાંજે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ભેજ પણ પૂરતો રહેશે કારણ કે આકાશમાં વાદળો ઘણાં હશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. આ દરમિયાન પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે.












Click it and Unblock the Notifications
