Ind vs SA : રિલે રોસૌવની ધમાકેદાર સદી, ભારતને 228 રનનો ટાર્ગેટ!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ઇન્દોરમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ઇન્દોરમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 227 રન બનાવ્યા છે. ભારતે દક્ષિણ આફ્રિકાને ક્લીન સ્વીપ કરવા 228 રનનો ટાર્ગેટ પાર કરવો પડશે. ભારતે પહેલા બે મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી લીધી છે. આજે ભારતની નજર ક્લીન સ્વીપ છે.

Ind vs SA

ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. દક્ષિણ આફ્રિકાને 5મી ઓવરના પહેલા બોલ પર પહેલો ફટકો લાગ્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા 3 રન બનાવીને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. આ પછી ક્વિન્ટન ડી કોક અને રિલે રોસૌવ વચ્ચે બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી.
ડી કોકે 13મી ઓવરના પહેલા બોલ પર રનઆઉટ થયો હતો. તેણે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા. 20મી ઓવરના બીજા બોલ પર આફ્રિકન ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 23 રન બનાવીને આઉટ થયો હતો. રિલે રોસૌવે 100 અને ડેવિડ મિલર 19 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવ અને દીપક ચહરે 1-1 વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X