IND vs SA : ભારત સામેની સિરીઝ માટે દક્ષિણ આફ્રિકન ટીમની જાહેરાત, બાવુમાની જગ્યાએ ખેલાડીને કેપ્ટન બનાવાયો

ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમવાની છે. આ માટે આફ્રિકન ટીમની જાહેરાત કરાઈ છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 10 ડિસેમ્બરથી ઘરઆંગણે શરૂ થનારી મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ટીમ જાહેર કરી છે. બોર્ડે એડન માર્કરમને T20I અને ODI ટીમની કપ્તાની સોંપી છે તો ટેસ્ટ ટીમનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરશે.

IND vs SA

દક્ષિણ આફ્રિકા સામે ટુર્નામેન્ટની શરૂઆત કિંગ્સમીડ સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 શ્રેણી સાથે થશે. ટીમમાં કેટલાક ખેલાડીઓને પ્રથમ વખત સ્થાન મળ્યું છે.

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં ફાસ્ટ બોલર નાન્દ્રે બર્જર અને બેટ્સમેન ડેવિડ બિંઘમ અને ટ્રિસ્ટન સ્ટબ્સને પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે વિકેટકીપર કાયલ વેરીનને પાછો બોલાવાયો છે.

બાવુમા અને ફાસ્ટ બોલર કાગીસો રબાડાને સફેદ બોલ સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે. એનરિચ નોર્ટજે તેની પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. બેટ્સમેન ડેવિડ બેડિંગહામ અને ફાસ્ટ બોલર નાન્દ્રે બર્જરની સાથે ફાસ્ટ બોલર ટ્રિસ્ટન સ્ટબ્સને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

શ્રેણીની શરૂઆત 10 ડિસેમ્બરે કિંગ્સમીડ સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 શ્રેણીથી થશે. બીજી T20 મેચ 12 ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ ઓવલ ખાતે રમાશે. 20 ઓવરનું ફોર્મેટ 14 ડિસેમ્બરે વાન્ડરર્સ સ્ટેડિયમમાં સમાપ્ત થશે. 50 ઓવરના ફોર્મેટની શરૂઆત 17 ડિસેમ્બરે વાન્ડરર્સ સ્ટેડિયમમાં થશે. બીજી અને અંતિમ વનડે 19 ડિસેમ્બર અને 21 ડિસેમ્બરે રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X