Pics: ભારત-પાકિસ્તાન એકબીજાને હરાવવા તત્પર
બેંગલોર, 25 ડિસેમ્બર: ભારે ચર્ચાઓ બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આખરે ભારતની ધરતી પર આવી પહોંચ્યું છે. ક્રિકેટ પ્રેમીયોની ઇંતેજારની ઘડીઓ આજે સાંજે સાત વાગ્યે સમાપ્ત થશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ રમાશે.
પાકિસ્તાનની ટીમને પાંચ વર્ષ બાદ ભારતમાં રમવા માટે આમંત્રીત કરાઇ છે. અત્રે નોંધનીય છે કે મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ ખારાસ આવી ગઇ હતી, ત્યારબાદ આજ સુધી એક પણ સીરિઝ માટે પાકિસ્તાનની ટીમને ભારત આમંત્રીત કરાઇ ન્હોતી.
જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સીરિઝ પહેલાની જેમ જ કટ્ટરતાની પ્રતિસ્પર્ધા ગણવામાં આવી રહી છે અને બંને દેશની ટીમ એકબીજાને માત આપવા માટે તૈયાર છે. પાકિસ્તાન સામે પહેલી ટી-20 મેચ આજે 25 ડિસેમ્બરના રોજ બેંગલુરુ ખાતે અને બીજી 28 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે. વન ડે શ્રેણી 30 ડિસેમ્બરથી ચેન્નાઇમાં શરૂ થશે. બીજી વન ડે મેચ 3 જાન્યુઆરીએ કોલકાતા તથા ત્રીજી અને છેલ્લી મેચ 6 જાન્યુઆરીએ દિલ્હીમાં રમાશે.
ટી-20 ટીમ: મહેન્દ્રસિંહ ધોની (કપ્તાન), ગૌતમ ગંભીર, અંજિક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત શર્મા, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, અશોક ડિંડા, ભુવનેશ્વર કુમાર, પરવિંદર અવાના, પીયુષ ચાવલા, અંબાતી રાયડુ.

ધોની અને યુવરાજ તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી.

પાકિસ્તાની ટીમ રમવા તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી.

ધોની સુરક્ષા જવાનો સાથે
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન ધોનીએ સુરક્ષા જવાનો સાથે પોઝ આપ્યો હતો.

પાકિસ્તાની ટીમ રમવા તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી.

ધોનીના ધુરંધરો હળવા મૂડમાં
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન ધોની ટીમે ફુટબોલની મજા માણી હતી.

ધોની ટીમે કમર કસી
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી.

બંને ટીમ રમવા તત્પર
ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચ આજે રમાવાની છે જેના માટે બંને ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળ્યા હતા.