For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC વનડે ટીમ રેન્કિંગમાં ભારત ટોચ પર

By Super
|
Google Oneindia Gujarati News

Team-India
દુબઇ, 26 ફેબ્રુઆરીઃ ઇંગ્લેન્ડે ભલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હોય પરંતુ આઇસીસી વનડે ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ટોચ પર પહોંચતા ભારતને અટકાવી શક્યું નથી. જો કે, ઇંગ્લેન્ડે પોતાનો બીજો ક્રમાંક જાળવી રાખ્યો છે. જ્યારે ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા અને ચોથા નંબર પર દક્ષિણ આફ્રિકા છે.

નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાનો એપ્રિલ મહિના સુધી એક પણ વનડે મુકાબલો થવાનો નથી, તેવામાં એકમાત્ર દક્ષિણ આફ્રિકા જ છે જે ભારત અને ઇંગ્લેન્ડને નીચલા ક્રમે ધકેલી શકે છે, કારણ કે 10 માર્ચથી તેને પાકિસ્તાન સામે પાંચ વનડે મેચોની શ્રેણી રમવાની છે.

દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડને પછાડીને 75,000 ડોલરની રકમ પોતાના નામે કરી શકે છે, જો તે પાકિસ્તાનને 4-1થી હરાવી દે અથવા તો ક્લીન સ્વીપ કરાવી દે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ 4-1થી જીતી જશે તો આફ્રિકન ટીમ ઇંગ્લેન્ડની બરોબર 117 રેટિંગ અંક થઇ જશે, પરંતુ જ્યારે રેટિંગની ગણતરી દશાંશના આધારે કરવામાં આવશે તો તે એલિસ્ટર કૂકની ટીમની આગળના રેન્કિંગ પર આવી જશે.

જો દક્ષિણ આફ્રિકાની ટીમ વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લેશે તો તે ત્રણ ક્રમાંકની છલાંગ લગાવીને ભારતનું ટોચનું સ્થાન છિનવી લેશે, જેનો અર્થ એ થશે કે તે 175,000 ડોલર હાસલ કરવાની સાથે વનડે ટ્રોફી પણ પોતાના નામે કરી લેશે.

આ બન્ને એ ટીમને મળે છે જે એક એપ્રિલની કટ ઓફ તારીખે વનડે રેન્કિંગમાં ટોચના સ્થાન પર હોય છે. બેટિંગ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાનો દબદબો યથાવત છે, ત્યાર બાદ સુકાની એબીડી વિલિયર્સ બીજા સ્થાને અને ભારતનો વિરાટ કોહલી તથા સુકાની મહેન્દ્ર સિંહ ધોની અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાન પર છે. સુરેશ રૈનાને એક ક્રમાંકનું નુક્સાન પહોંચ્યું છે. તે 12માં સ્થાને પહોંચી ગયું છે.

આઇસીસી વનડે બોલિંગ રેકિંગમાં આર અશ્વિનના રેન્કિંગમાં સુધારો થયો છે અને તે અન્ય બે બોલર્સની સાથે 13માં સ્થાન પર છે, જ્યારે રવિન્દ્ર જાડેજા હજુ પણ નવા સ્થાને છે અને પાકિસ્તાનનો સઇદ અજમલ ટોચ પર યથાવત છે.

આઇસીસી વનડે ઓલ રાઉન્ડર રેન્કિંગમાં પાકિસ્તાનનો મોહમ્મદ હાફીઝ ટોચ પર છે જ્યારે બાંગ્લાદેશનો શકિબુલ હસન બીજા, ઓસ્ટ્રેલિયાનો શેન વોટ્સન ત્રીજા, શ્રીલંકાનો એંજેલો મેથ્યુઝ અને જાડેજા ક્રમશ: ચોથા અને પાંચમાં સ્થાન પર છે.

English summary
With India and Australia not scheduled to play any ODIs before the April 1 cut-off date, fourth-placed South Africa are the only side that can push India and England down the order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X