'ક્રિકેટરે યુવતી સાથે વિતાવી હતી રાત'

is-bindra
ચંદીગઢ, 3 જૂનઃ સ્પોટ ફિક્સિંગ પ્રકરણ હજુ થમ્યું નથી કે પંજાબ ક્રિકેટ સંઘના અધ્યક્ષ આઇએસ બિન્દ્રાએ દાવો કર્યો છે કે બીસીસીઆઇના એક અધિકારીએ ભારતના 2010ના શ્રીલંકા પ્રવાસ પર શ્રીલંકાને એ રિપોર્ટ પરત લેવા માટે મજબૂર કર્યુ હતું, જેમાં કથિત રીતે એક ભારતીય ખેલાડીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવાની વાત કહેવામાં આવી હતી.

બિંદ્રાએ પોતાની વેબસાઇટ પર લખેલા લેખમાં સ્પોટ ફક્સિંગ પ્રકરણને જોઇને વિભિન્ન મુદ્દાઓ સામે મુક્યા છે અને 2010ના ભારતના શ્રીલંકા પ્રવાસ પર ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે. બિંદ્રાએ દાવો કર્યો છે કે, 2010માં ભારતના શ્રીલંકા પ્રવાસ દરમિયાન લિટ્ટે અભિયાનના કારણએ શ્રીલંકા સેનાના સેવાનિવૃત જનરલને ભારતીય ટીમની સુરક્ષા સોંપવામાં આવી હતી અને તેમણે કડકમાં કડક સુરક્ષા ઉપાય સુનિશ્ચિત કર્યા જેમાં એ હોટલના પ્રત્યેક તલ અને લોબી પર સીસીટીવી કેમેરા લગાવવાનું પણ સામેલ હતું, જેમાં ભારતીય ટીમ રોકાઇ હતી.

તેમણે કહ્યું કે, રાત્રે ટીમની સાથે યાત્રા કરી રહેલા એક અધિકારી એક યુવતીને ભારતીય ખેલાડીના રૂમમાં લઇ ગયા, જે ગત છ સત્રથી ચેન્નાઇ સુપરકિંગ્સ ટીમનો મહત્વનો સભ્ય છે. ફૂટેજ જોઇને જાણવા મળ્યું કે મેચ પહેલા યુવતી રાત રૂમમાં રોકાઇ હતી. આરોપ લગાવવામાં આવ્યા કે યુવતીને એક એવા વ્યક્તિએ મોકલી હતી, જેનું નામ આઇસીસીના સંદિગ્ધ સટ્ટેબાજોની યાદીમાં સામેલ છે. આ સુરક્ષા ઉપરાંત ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન પણ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X