તો આ છે ઇન્ડિયાની વર્લ્ડકપ 2015ની ફાઇનલ ટીમ
બેંગ્લોર, 5 જાન્યુઆરી: વર્લ્ડકપ 2015નો જોરદાર આગાજ આગામી મહિને 14 તારીખથી થવા જઇ રહ્યો છે જેના માટે અંડર 15 ટીમની જાહેરાત મંગળવારે થશે. પરંતુ આ ટીમમાં કયા-કયા ચહેરા હશે તેના વિશે વનઇન્ડિયાએ દેશના જાણીતા ક્રિકેટ વિશેષજ્ઞોની સલાહ લીધી અને તેમના મુજબ નિમ્નલિખિત 15 ખેલાડીઓની ફાઇનલ ટીમમાં સ્થાન મળશે. ક્રિકેટ એક્સપર્ટની નજરમાં ભારત વર્લ્ડકપ 2015માં ફરી એકવાર કેપ્ટન કુલ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં જોરદાર આગાજ કરશે.
તો વર્લ્ડકપ 2015માં ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન વિરાટ કોહલી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંદીપ પાટીલની અધ્યક્ષવાળી સંદીપ પાટીલની પસંદગી સમિતિએ 30 ખેલાડીઓની સંભવિત યાદી પહેલાં જ રજૂ કરી દિધી છે જેમાંથી અંતિમ 15નો ફેંસલો મંગળવારે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ 2015નું આયોજન 14 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી થશે.

વનઇન્ડિયાના અનુસાર ટીમ ઇન્ડિયા 2015ના ડ્રાફ્ટ નિમ્નલિખિત હશે
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટ કિપર)
2. વિરાટ કોહલી (બેસ્ટમેન), ઉપ કેપ્ટન)
3. રોહિત શર્મા (બેસ્ટમેન)
4. અજિંક્યે રહાણે (બેસ્ટમેન)
5. સુરેશ રૈના (બેસ્ટમેન)
6. અંબાતી રાયડૂ (બેસ્ટમેન)
7. મુરલી વિજય (બેસ્ટમેન, વિકેટ કિપર)
8. શિખર ધવન (બેસ્ટમેન)
9. રવિન્દ્ર જાડેજા (ઑલ રાઉન્ડર)
10. અક્ષર પટેલ (ઑલ રાઉન્ડર)
11. ભુવનેશ્વર કુમાર (ફાસ્ટ બોલર)
12. મોહંમદ શામી (ફાસ્ટ બોલર)
13. ઇશાંત શર્મા (ફાસ્ટ બોલર)
14. ઉમેશ યાદવ (ફાસ્ટ બોલર)
15. આર અશ્વિન (સ્પિનર)












Click it and Unblock the Notifications
