For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સાથે જોડાયેલા ક્રિકેટ વિશ્વના અનોખા રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

તાજેતરમા ઝિમ્બાવ્વે ખાતે યોજાયેલી વનડે શ્રેણી દરમિયાન યુવા ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રેણી 5-0થી જીતીને ઇતિહાસ રચી નાખ્યો. જો કે, એ દરમિયાન માત્ર આ એક જ ઐતિહાસિક ઘટના નહોતી ઘટી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ અદભૂત પ્રદર્શન કરીને વનડે બોલરમાં નંબર વનનું સ્થાન મેળવ્યું તો વનડે શ્રેણીમાં 18 વિકેટ મેળવીને અમિત મિશ્રાએ પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ તો વાત થઇ ઝિમ્બાવ્વે સામેની શ્રેણીની પરંતુ આ ઉપરાંત પણ અનેક અનોખા અને સારા રેકોર્ડ ભારત સાથે જોડાયેલા છે, જેમાં કેટલાક રેકોર્ડ ભારતના ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યા છે તો કેટલાક રેકોર્ડ વિરોધી ટીમો અને તેમના ખેલાડીઓ દ્વારા ભારત સામે કરવામાં આવ્યા છે, તો ચાલો તસવીરો થકી જોઇએ ભારત સાથે જોડાયેલા ક્રિકેટ વિશ્વના કેટલાક અનોખા રેકોર્ડ.

અમિત મિશ્રાએ કરી શ્રીનાથના રેકોર્ડની બરાબરી

અમિત મિશ્રાએ કરી શ્રીનાથના રેકોર્ડની બરાબરી

અમિત મિશ્રા ઝિમ્બાવ્વે સામે 48 રનમાં છ વિકેટ મેળવીને શાનદાર રેકોર્ડ બનાવ્યો, આ સાથે જ તેણે શ્રીનાથના કોઇ એક વનડે શ્રેણીમાં 18 વિકેટ મેળવવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

સદીની સદી

સદીની સદી

રેકોર્ડ મેન તરીકે એક અલગ નામના મેળવનાર સચિન તેંડુલકરના નામે એક અનોખી સિદ્ધિ બોલે છે, એ છે સદી ફટકારવાની સદી. તેણે ક્રિકેટ વિશ્વમાં ટેસ્ટ અને વનડેની સદીઓ મેળવીને કુલ 100 સદી બનાવી છે.

સૌથી વધુ કેચ

સૌથી વધુ કેચ

દ્રવિડને સૌથી સેફ હેન્ડ મેન કહેવામાં આવે છે. રાહુલ દ્રવિડ દ્વારા એક અનોખો વિશ્વ રેકોર્ડ બોલે છે, ટેસ્ટ મેચમાં નોન વિકેટકીપર દ્વારા પકડવામાં આવેલા કેચનો રેકોર્ડ. તેણે 210 કેચ પકડ્યાં છે.

120 ઇનિંગ શૂન્ય રને આઉટ થયા વગરની

120 ઇનિંગ શૂન્ય રને આઉટ થયા વગરની

રાહુલ દ્રવિડએ રેકોર્ડ 120 વનડે ઇનિંગ રમી છે, જેમાં તે એકપણ વાર શૂન્ય રન પર આઉટ થયો નથી.

વન ડે વન્ડર

વન ડે વન્ડર

વિરેન્દ્ર સેહવાગ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકોર્ડ ધરાવે છે. તેણે સચિન તેંડુલકરના 200 રનના રેકોર્ડને વેસ્ટ ઇન્ડિઝ સામે 219 રન ફટકારીને તોડ્યો છે.

શ્રેષ્ઠ પર્દાર્પણ

શ્રેષ્ઠ પર્દાર્પણ

ભારતના પૂર્વ સફળ સુકાની સૌરવ ગાંગુલીએ લોર્ડ્સના મેદાન પર 131 રનની ઇનિંગ રમીને પર્દાર્પણ કર્યું હતું. જે અત્યારસુધીમાં આ મેદાન પર કરવામાં આવેલું શ્રેષ્ઠ પર્દાર્પણ છે.

10 વિકેટ

10 વિકેટ

અનિલ કુંબલે પ્રથમ ભારતીય ખેલાડી છે કે, જેણે 10 વિકેટ મેળવી છે અને અત્યારસુધી તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેણે પાકિસ્તાન સામે નવી દિલ્હીમાં 1999માં ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ મેળવી હતી.

118 મેચ બાદ સદી

118 મેચ બાદ સદી

અનિલ કુંબલે એક અનોખો રેકોર્ડ ધરાવે છે. તેણે 118 ટેસ્ટ મેચ રમીને સદી બનાવી હતી.

ટી-20માં સદી

ટી-20માં સદી

સુરેશ રૈના એકમાત્ર ભારતીય બેટ્સમેન છે કે જેણે આતંરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી છે.

ફોલ ઓન બાદ સર્વાધિક માર્જીન

ફોલ ઓન બાદ સર્વાધિક માર્જીન

ફોલ ઓન મળ્યા બાદ સર્વાધિક માર્જીન સાથે વિજય મેળવવાનો રેકોર્ડ પણ ભારતીય ટીમ ધરાવે છે. 2001માં કોલકતા ખાતેની ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા ફોલ ઓન બાદ ભારતે અંતિમ દિવસે 171 રનથી ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો હતો.

ટેસ્ટમાં સૌથી વધુ બેટ્સમેન કેચ આઉટ

ટેસ્ટમાં સૌથી વધુ બેટ્સમેન કેચ આઉટ

પર્થમાં રમાયેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સૌથી વધુ ખેલાડી કેચ આઉટ થયા હતા. આ ટેસ્ટ મેચમાં 36માંથી 33 ખેલાડીઓ કેચ આઉટ થયા હતા.

ટેસ્ટમાં સિંગલ દિવસે સૌથી વધુ રન

ટેસ્ટમાં સિંગલ દિવસે સૌથી વધુ રન

ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ પોતાના નામે ધરાવે છે. 1936ના વર્ષમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 588 રન આપ્યા હતા.

ટેસ્ટમાં સર્વાધિક ઇનિંગ ટોટલ

ટેસ્ટમાં સર્વાધિક ઇનિંગ ટોટલ

ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક ઇનિંગ ટોટલનો રેકોર્ડ પણ ભારત વિરુદ્ધ નોંધાયેલો છે. આ મેચમાં જયસુર્યાએ ત્રીપલ સદી ફટકારી હતી. આ મેચમાં શ્રીલંકાએ આ ઇનિંગ 952-6 પર ડિક્લેર કરી હતી.

સતત છ મેચમાં 400થી વધુ રનનો ટોટલ

સતત છ મેચમાં 400થી વધુ રનનો ટોટલ

આ રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયાના નામે જોડાયેલ છે. ભારતે સતત છ ટેસ્ટ ઇનિંગમાં 400થી વધુ રનનો ટોટલ બનાવ્યો હતો. જે કોઇ ટીમ દ્વારા કરવામાં આવેલો સર્વાધિક ટોટલ છે.

વનડેમાં સર્વાધિક વાઇડ

વનડેમાં સર્વાધિક વાઇડ

કેન્યા સામે 1999માં રમાયેલી મેચમા ભારત દ્વારા સર્વાધિક વાઇડ નાંખવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કેન્યાએ 21 વાઇડ નાંખ્યા હતા જ્યારે ભારતે 31 વાઇડ બોલ નાંખ્યા હતા. જેમાંથી 7 વાઇડ અજીત અગરકર દ્વારા ફેંકવામાં આવ્યા હતા.

સર્વાધિક નો બોલ વનડેમાં

સર્વાધિક નો બોલ વનડેમાં

2004માં રમાયેલી ભારત અને પાકિસ્તાન સામેની પાંચ વનડેની શ્રેણીની પ્રથમ વનડેમાં પાકિસ્તાન દ્વારા સૌથી વધુ નો બોલ નાંખવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા 20 વખત નો બોલ નાંખવામાં આવ્યા હતા.

10 વિકેટની માર્જીનથી પ્રથમ વિજય

10 વિકેટની માર્જીનથી પ્રથમ વિજય

ટીમ ઇન્ડિયા દ્વારા 10 વિકેટની માર્જીનથી પ્રથમ વિજય મેળવ્યો હતો. 1975ના વિશ્વકપમાં ઇસ્ટ આફ્રિકા સામેની મેચમાં આ વિજય નોંધાવ્યો હતો.

સૌથી વધુ ખેલાડીનો કોઇ એક શ્રેણીમાં ઉપયોગ

સૌથી વધુ ખેલાડીનો કોઇ એક શ્રેણીમાં ઉપયોગ

ભારતીય ક્રિકેટ ટીમ કોઇ એક શ્રેણીમાં સર્વાધિક ખેલાડીઓને રમાડવાનો રેકોર્ડ પોતાના નામે ધરાવે છે. 1998માં કોકાકોલા ત્રીકોણીય શ્રેણીમાં ભારતે 23 અલગ-અલગ ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું હતું.

બન્ને ઓપનર બેટ્સમેન દ્વારા સદી

બન્ને ઓપનર બેટ્સમેન દ્વારા સદી

1986માં જયપુર ખાતે રમાયેલી ભારત સામેની વનડે મેચમાં જેઓફ માર્શ અને ડેવિડ બૂને સદી નોંધાવી હતી.

વનડે મેચમાં સર્વાધિક સિક્સર

વનડે મેચમાં સર્વાધિક સિક્સર

ભારત વિ. ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી 8 માર્ચ 2009ની મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. 31 બોલમાં છગ્ગા ફટકારાયા હતા, જેમાથી ભારતીય બેટ્સમેને 18 છગ્ગા ફટકાર્યા હતા.

વનડેમાં સર્વાધિક વનડે સદી પાર્ટનરશીપ

વનડેમાં સર્વાધિક વનડે સદી પાર્ટનરશીપ

2009માં ભારતી વિ. શ્રીલંકા સામેની મેચમાં સૌથી વધુ સદી પાર્ટનરશીપ નોંધાઇ છે. જ્યારે સેહવાગે તેંડુલકર અને ધોની સાથે શતકીય ભાગીદારી નોંધાવી છે, તો બીજી તરફ શ્રીલંકા માટે દિલશાને પણ શતકીય ભાગીદારી નોંધાવી હતી.

વનડેમાં સૌથી વધુ રન આઉટ

વનડેમાં સૌથી વધુ રન આઉટ

ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલી 1999ની વનડે મેચમાં પણ સૌથી વધુ રન આઉટ થવાનો એક અનોખો રેકોર્ડ નોંધાયો હતો.

વનડેમાં સૌથી વધુ બેટ્સેમન કેચ આઉટ

વનડેમાં સૌથી વધુ બેટ્સેમન કેચ આઉટ

2010માં ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચમાં 20 બેટ્સમેનમાંથી 19 બેટ્સમેન કેચ આઉટ થયા હતા.

ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ એક્સ્ટ્રા રન

ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ એક્સ્ટ્રા રન

બેંગ્લોરમાં 2007માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં ભારતીય બોલરો દ્વારા 76 એકસ્ટ્રા રન આપ્યા હતા. જો કે આ મેચ ડ્રોમાં પરિણમી હતી.

ટેસ્ટ મેચમાં સર્વાધિક બેટ્સમેન સ્ટમ્પ આઉટ

ટેસ્ટ મેચમાં સર્વાધિક બેટ્સમેન સ્ટમ્પ આઉટ

ટેસ્ટ ક્રિકેટમાં કોઇએક સિંગલ ઇનિંગમાં સર્વાધિક બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કરવાનો રેકોર્ડ પણ ભારતના નામે છે. ભારતના વિકેટકીપર કિરણ મોરે દ્વારા વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચની બીજી ઇનિંગમાં 5 ખેલાડી સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યા હતા.

કોઇ એક ઇનિંગમાં સર્વાધિક રન આઉટ

કોઇ એક ઇનિંગમાં સર્વાધિક રન આઉટ

1954માં પેશાવર ખાતે રમાયેલી 4થી ટેસ્ટમાં પાકિસ્તાની ફિલ્ડર દ્વારા ભારતના ચાર ખેલાડીઓને રન આઉટ કર્યા હતા.

English summary
Here is The List Of India's good and bad cricket records.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X